ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારમાં ખુલતા સત્રમાં જ મોટો કડાકો

નિલેશ વાઘેલા
મુંબઇ: મુંબઇ સમાચારમાં આજની ફોરકાસ્ટ કોલમ માં કરેલી આગાહી અનુસાર જ ખુલતા સત્રમાં શેરબજારમાં તોતિંગ કડાકો જોવા મળ્યો છે. આ તબક્કે રોકાણકારોની સંપત્તિમાંથી લગભગ રૂ. ૬ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે વિશ્વભરના બજારોમાં તણાવ છે.


એશિયન બજારો 1 થી 1.25 ટકા સુધી નીચે ટ્રેડ કરી રહ્યાં છે. આ સાથે જ સોમવારે ભારતીય શેરબજારમાં પણ તીવ્ર વેચવાલી નોંધાઈ રહી છે. શેર માર્કેટના મુખ્ય સૂચકાંકો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ લગભગ 929.74 પોઈન્ટ ઘટીને 73,315.16 પર પહોંચ્યો હતો.

નિફ્ટી પણ 216.9 પોઇન્ટ ઘટીને 22,302.50ના સ્તરે પંહોચી ગયો છે. અમેરિકા યુદ્ધ આગળ ના વધે e માટે પ્રયત્નશીલ છે. નીચી સપાટીથી બંને બેંચમાર્કમાં થોડી રિકવરી થઈ છે પરંતુ એ કેટલી ટકશે એનો આધાર ઈરાન અને ઇઝરાયેલના વલણ પર રહેશે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 793 પોઈન્ટ ઘટીને 74,244 પર બંધ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button