
મુંબઇ : ભારતીય શેરબજારની(Stock Market)આજે ફ્લેટ શરૂઆત થઇ છે. જેમાં સેન્સેક્સ માત્ર 3.81 પોઈન્ટના મામૂલી વધારા સાથે 81155 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 17 પોઈન્ટના વધારા સાથે 24798 પર આજના કારોબારની શરૂઆત કરી છે. આજે બજારમાં સપાટ શરૂઆતના કારણે ચારે બાજુ સપાટ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે આઈટી ઈન્ડેક્સમાં વધારાને કારણે બજારને થોડો સપોર્ટ મળી રહ્યો છે, જેમાં મુખ્યત્વે ટેક મહિન્દ્રા, વિપ્રો, ટેક મહિન્દ્રાના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે નિફ્ટી આઈટી અને એફએમસીજી ઈન્ડેક્સ પણ ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા છે. IT ઈન્ડેક્સ માર્કેટ માટે સપોર્ટ સેન્ટર બનવાનો પ્રયાસ કરી રહી છે.
જ્યારે બજારમાં અલ્ટ્રાટેક અને ટાઇટન શરૂઆતના વેપારમાં એક ટકાથી વધુ ઉપર છે. પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, નેસ્લે, ટેક મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનિલીવર, આઈટીસીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ટાટા સ્ટીલ, કોટક બેન્ક, ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, સ્ટેટ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એક્સિસ બેન્કમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગિફ્ટ નિફ્ટી તરફથી સારા સંકેતો મળ્યા
GIFT નિફ્ટીમાં આજે નજીવો વધારો જોવા મળ્યો હતો. જેના પછી ભારતીય બજારો માટે કોઈ ખાસ સંકેતો જોવા મળ્યા ન હતા પરંતુ તે 28 અંક વધીને 24816.50 ના સ્તર પર પહોંચી ગયો હતો.
Also Read – કોટક બૅંકના કડાકાને કારણે સેન્સેક્સમાં ગાબડું, નિફ્ટી ૨૪,૮૦૦ની નીચે સરક્યો, બંને બેન્ચમાર્કમાં ૭૩ પોઇન્ટ લપસ્યા!
અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો
ગઈ કાલે અમેરિકન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે આનાથી તેમની ગતિને બ્રેક લાગી છે. સોમવારે યુએસ માર્કેટમાં માત્ર નેસ્ડેકમાં જ તેજી જોવા મળી હતી અને ડાઉ જોન્સની સાથે S&P 500માં મોટો ઘટાડો નોંધાયો હતો.