મુંબઇ : ભારતમાં એચએમપીવી વાયરસની એન્ટ્રીની અસર શેરબજાર(Stock Market Crash)પર પડી છે. જેમાં આજે સેન્સેકસ 1258 પોઇન્ટ અને નિફ્ટીમાં 388 પોઇન્ટનો વિક્રમી ઘટાડા સાથે બંધ થયું. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ ચીનમાં મળેલા 2 HMPV વાયરસના કેસની પુષ્ટિ કરી છે. આ બંને કિસ્સા બેંગલુરુમાંથી પ્રકાશમાં આવ્યા છે. જ્યારે ગુજરાતના અમદાવાદમાં એચએમપીવી વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ સમાચારથી બજાર પર દબાણ વધી ગયું છે. જોકે, આ દરમિયાન હેલ્થકેર સેક્ટરમાં મજબૂતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : 300 મેગા વૉટ હાઈબ્રિડ પ્રોજેક્ટ માટે ACME સોલાર હોલ્ડિંગને રૂ. 1988 કરોડની લોન
માર્કેટ કેપમાં રૂપિયા 8 લાખ કરોડથી વધુનો ઘટાડો
શેરબજારમાં ભારે ઘટાડાના પગલે લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં એક સમયે રૂપિયા 8 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો. જેમાં આજે નિફ્ટી 24,045.80 પોઈન્ટ પર ખુલ્યો હતો. જ્યારે બપોર સુધી નિફ્ટીનું ઇન્ટ્રા-ડે લો લેવલ 400થી વધુ પોઈન્ટના ઘટાડા બાદ 23,601.50 પોઈન્ટ હતું. સેન્સેક્સ આજે 79,281.65 પર ખુલ્યો હતો. જ્યારે 1260 પોઈન્ટથી વધુના ઘટાડા બાદ તે 77,959.95 પોઈન્ટ પર આવી ગયો હતો.
235 કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી
બપોરના સુધીના આંકડા મુજબ આજે બીએસઇમાં 235 કંપનીઓના શેરમાં અપર સર્કિટ લાગી હતી. જ્યારે 396 કંપનીઓના શેરમાં નીચલી સર્કિટ છે. નિફ્ટીમાં 77 કંપનીઓના શેર અપર સર્કિટમાં હતા. જ્યારે 144 કંપનીઓના શેરમાં લોઅર સર્કિટ છે.
આ પણ વાંચો : Stock Market : શેરબજારના રોકાણકારોને ફળ્યું વર્ષ 2024, જાણો કેવું રહેશે 2025 નું વર્ષ…
ડાયગ્નોસ્ટિક સ્ટોક્સમાં HMPV વાયરસના સમાચારથી તેજી
નિષ્ણાતોનું માનવું છે કે જો ચીનમાંથી નીકળેલા HMPV વાયરસ દેશમાં કોરોનાની જેમ ફેલાઈ જાય છે તો સરકાર તેની તપાસનો વ્યાપ વધારી શકે છે. જેનો ફાયદો ડાયગ્નોસ્ટિક કંપનીઓને થઈ શકે છે.