Stock Market: શેરમાર્કેટમાં હરિયાળી, આ શેરો 52 વિક હાઈ સ્તરે

મુંબઈ: આજે ગુરુવારે ભારતીય શેરબજાર (Share Market) ગ્રીન સિગ્નલમાં ખુલ્યા હતા. BSE સેન્સેક્સ 301.94 પોઈન્ટના ઉછાળા સાથે 81,207.24 પોઈન્ટ પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી-50 પણ 93.20 પોઈન્ટના ઉછાળા સાથે 24,863.40 પોઈન્ટ પર ખુલ્યો હતો.
BSE સેન્સેક્સના શેરોમાં આજે તેજી જોવા મળી રહી છે, 30 માંથી 24 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે માત્ર 6 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. HDFC લાઇફ આજે વર્ષના ઉચ્ચ સ્તરને સ્પર્શી ગઈ છે અને બજારમાં HDFC અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 28માં વધારો જોવા મળી રહ્યો છે અને 22માં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં ટાટા કન્ઝ્યુમર, ભારતી એરટેલ, ઈન્ફોસિસ, એલટીઆઈ માઇન્ડટ્રીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ગ્રાસિમનો શેર સૌથી વધારે વધ્યો છે અને તેમાં 2 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં ઘટતા શેરોમાં પાવર ગ્રીડ, NTPC, ટાટા મોટર્સ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને હિન્દાલ્કોના શેરનો સમાવેશ થાય છે. સૌથી મોટો ઘટાડો પાવર ગ્રીડમાં છે, તે 1.28 ટકા ઘટ્યો છે.
BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 460.89 લાખ કરોડ થઇ ગયું છે. બુધવારે BSEનું માર્કેટ કેપ રૂ. 459.27 લાખ કરોડ હતું, જ્યારે મંગળવાર રૂ. 456.86 લાખ કરોડ હતું. આજે સવારે બજાર ખુલ્યના અડધા કલાક બાદ 3281 શેરનો વેપાર થઈ રહ્યો છે, જેમાંથી 2316 શૅરમાં વધારો જોવા મળ્યો હતો. 160 શેર્સ પર અપર સર્કિટ લાદવામાં આવી છે જ્યારે 189 શેરોએ તેમની 52 અઠવાડિયાની ઉચ્ચતર સપાટીને સ્પર્શી હતી છે.