ટોપ ન્યૂઝનેશનલ

શ્રી લંકા જઈ રહેલા જહાજની બાલ્ટીમોરમાં સમાધિઃ 22 ક્રૂ મેમ્બર ઈન્ડિયન હતા પણ

બાલ્ટીમોર: અમેરિકાના ઐતિહાસિક બ્રિજને જહાજે ટક્કર મારતા આખો બ્રિજ પાણી તણાઈ ગયો હતો. પટાપ્સ્કો નદી ઉપર બાંધવામાં આવેલો ત્રણ કિલોમીટર લાંબા બ્રિજ સાથે કંટેનર શિપ અથડાતા આખે આખો બ્રિજ નદીમાં સમાઇ ગયો હોવાની ઘટના બની હતી. ‘ફ્રાન્સીસ સ્કોટ કી બ્રિજ’ નદીમાં ગરકાવ થયો તેની સાથે સાથે જ કન્ટેનર શિપમાં રાખવામાં આવેલી અનેક કાર પણ નદીમાં ડૂબી ગઇ હતી.

જોકે, ચિંતાની વાત એ છે કે આ દુર્ઘટનામાં જહાજ ઉપર સવાર તમામ 22 ક્રૂ મેમ્બર ભારતીય હતા અને તે પણ નદીમાં ફેંકાઇ ગયા હતા. આ નદીનું પાણી બરફના પાણી જેવું ઠંડું હતું અને ડૂબી ગયેલા ક્રૂ મેમ્બર્સને ઉગારવા માટે બચાવ અભિયાન શરૂ હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં સર્ચ અભિયાન દરમિયાન ભારતીય ક્રૂ સુરક્ષિત હોવાનું એક અહેવાલમાં જાણવા મળ્યું છે.

જે શિપનો અકસ્માત થયો તે સીનર્જી મરીન ગ્રુપ સાથે જોડાયેલી હોવાનું બાલ્ટિમોર પોલીસે જણાવ્યું હતું. બાલ્ટિમોર પોલીસે જણાવ્યા અનુસાર જાણીજોઈને આ શિપને બ્રિજ સાથે અથડાવવામાં આવી હોય તેવા કોઇ પુરાવા મળ્યા નથી.

કંટેનર શીપ ‘ડીએએલઆઇ’માં રાખવામાં આવેલા કન્ટેનર્સમાં કાર હતી અને ટક્કરના કારણે અનેક કાર પણ નદીમાં ગરકાવ થઇ ગઇ હતી. આ સિવાય જહાજ ઉપર સવાર બાવીસ ક્રૂ મેમ્બર્સ પણ નદીના બરફવાળા પાણીમાં ડૂબી ગયા હતા. તેમને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે.

અમેરિકાના સમય અનુસાર આ ઘટના રાતે દોઢ વાગ્યાની આસપાસ બની હતી. જહાજ બ્રિજ સાથે અથડાયું ત્યારબાદ તેમાં આગ ફાટી નીકળી હતી. સિંગાપોરનો ઝંડો ધરાવતું આ જહાજ શ્રીલંકાના કોલંબો બંદરે જઇ રહ્યું હતું.

આ અકસ્માત અંગે નિષ્ણાતોએ કહ્યું હતું કે આ અકસ્માત માટે ચાર કારણ જવાબદાર હોઈ શકે છે, જેમાં મુખ્ય એન્જિન ફેલ થવું, સ્ટેયરિંગ ફેઈલ થવું, જનરેટર બ્લેકઆઉટ તથા પાયલટ-કેપ્ટનની ભૂલ. કાર્ગો શિપ 12.44 વાગ્યે બાલ્ટીમોર પોર્ટથી શ્રી લંકા તરફ રવાના થયું હતું અને દોઢ વાગ્યાની આસપાસ શિપ રસ્તો ભૂલ્યું અને બ્રિજને ટક્કર મારી હતી. આ અકસ્માતને જોનારા સાક્ષીઓએ કહ્યું હતું કે આ અકસ્માત એકદમ વિનાશક લાગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પટસ્પકો નદી પર બનેલા ફ્રાન્સીસ સ્કોટ કી બ્રિજનું નામ અમેરિકાના રાષ્ટ્રગીત સ્ટાર સ્પેગલ્ડ બેનરના લેખકના નામ પર રાખવામાં આવ્યું હતું, જે 1814માં બાલ્ટીમોરના યુદ્ધમાં બ્રિટિશરોની હાર પછી લખવામાં આવ્યું હતું. 1.6 માઈલ લાંબા અને ચાર લેનના બ્રિજને 1977માં ઓપન કરવામાં આવ્યો હતો, જે આઈ-695 કી બ્રિજ (બાલ્ટીમોર બેલ્ટવે) તરીકે ઓળખાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button