ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

દક્ષિણ કોરિયામાં રાજકીય તણાવ: માર્શલ લોની જાહેરાત બાદ લોકોનો વિરોધ, સંસદે રાષ્ટ્રપતિનો નિર્ણય પલટ્યો

સિઓલ: દક્ષિણ કોરિયા માટે ગઈ કાલ મંગળવારનો દિવસ રાજકીય આરાજકતા (Tension in South Korea) ભર્યો રહ્યો. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે (Yoon Suk Yeol) ગઈ કાલે દેશમાં ‘ઇમરજન્સી માર્શલ લો’ની જાહેરાત કરી હતી, જોનો દેશ ભારમાં ભારે વિરોધ કવામાં આવ્યો હતો. સંસદમાં ભારે વિરોધ બાદ તેને અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ યુન સુક-યોલે મંગળવારે મોડી રાત્રે દેશમાંથી માર્શલ લો હટાવવાની જાહેરાત કરી હતી. મોડી રાત્રે, શાસક અને વિપક્ષ બંને પક્ષોના 300 માંથી 190 સાંસદોએ ‘ઇમરજન્સી માર્શલ લો’ વિરુદ્ધ સર્વસંમતિથી મતદાન કર્યું. જે બાદ માર્શલ લો હટાવવો પડ્યો.


Also read: Breaking News : South Korea માં ઇમરજન્સીની જાહેરાત, માર્શલ લો લાગુ


રાષ્ટ્રપતિની જાહેરાત:
રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે દેશમાં ‘ઇમરજન્સી માર્શલ લો’ની જાહેરાત કરી કરતા વિરોધ પક્ષો પર સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરવાનો, ઉત્તર કોરિયા પ્રત્યે સહાનુભૂતિ ધરાવવવા અને દેશની બંધારણીય વ્યવસ્થાને નબળી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં આ જાહેરાત કરી હતી.

રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે સંબોધનમાં કહ્યું હતું કે, ‘હું દક્ષિણ કોરિયાને ઉત્તર કોરિયાના સામ્યવાદી દળો દ્વારા ઉભા કરવામાં આવેલા જોખમોથી બચાવવા અને રાષ્ટ્રવિરોધી તત્વોને ખતમ કરવા ઈમરજન્સી માર્શલ લો જાહેર કરું છું.’

તેમણે દેશની સ્વતંત્ર અને બંધારણીય વ્યવસ્થાની રક્ષા માટે માર્શલ લોને જરૂરી ગણાવ્યો હતો. આગામી વર્ષના બજેટ અંગે યુનની પીપલ્સ પાવર પાર્ટી અને વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે.

https://twitter.com/iAnonPatriot/status/1863969409057824777

લોકોનો વિરોધ:
સાઉથ કોરિયામાં માર્શલ લો લાગુ થયા બાદ તણાવ વધ્યો હતો. સંસદની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી. વિરોધ પક્ષો અને શાસક સાંસદોએ પણ તેનો વિરોધ કર્યો હતો. સંસદની બહાર એકઠા થયેલા સેંકડો પ્રદર્શનકારીઓ અને મીડિયાકર્મીઓએ દક્ષિણ કોરિયાનો ધ્વજ લહેરાવ્યો.

દક્ષિણ કોરિયાના વિરોધ પક્ષના નેતાએ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલની માર્શલ લૉની જાહેરાતને ‘ગેરબંધારણીય’ ગણાવી. તેમણે કહ્યું કે આ પગલું દેશના બંધારણની વિરુદ્ધ છે અને લોકતાંત્રિક પ્રક્રિયાઓને નબળી પાડે છે.


Also read: કોર્ટમાં ચિન્મય દાસનો કેસ લડવા કોઈ વકીલ હાજર ના થયો, વકીલોને આ વાતનો ડર


વિપક્ષી પાર્ટીઓ અને શાસક પક્ષના નેતાઓ પણ રાષ્ટ્રપતિના માર્શલ લૉ લગાવવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. યુન સુક-યોલના આ નિર્ણયનો તેમની જ પાર્ટીના નેતા હાન ડોંગ-હૂને સખત વિરોધ કર્યો હતો. હુને સંસદમાં માર્શલ લો વિરુદ્ધ મતદાનમાં પણ ભાગ લીધો હતો. ગઈ છેલ્લે 1980માં વિદ્યાર્થીઓ અને મજૂર સંગઠનોની આગેવાની હેઠળના રાષ્ટ્રવ્યાપી વિદ્રોહ સમયે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ દરમિયાન માર્શલ લૉ જાહેર કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button