ટોપ ન્યૂઝનેશનલ

તો શું આ વખતે ઉઝૈર ખાનને ભારતીય આર્મી ઠાર કરશે….

જમ્મુ: આતંકવાદી હુમલાઓ એ જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ડરનો માહોલ ઉભો કરી દીધો. ત્યાંના લોકોએ 370ને હટાવાયા બાદ માંડ આઝાદીનો સ્વાદ ચાખ્યો હતો ત્યાં તો ફરી આ આતંકવાદી હુમલાએ સ્થાનિક લોકોને ડરાવી દીધા છે. ત્યારે કોઈ પણના મનમાં એક પ્રશ્ન સહેજે થાય કે શું આતંકવાદી હુમલા કરવા પકિસ્તનીઓ ભારત આવતા હશે કે ભારતના જ કેટલાક દેશદ્રોહીઓ આતંકવાદ ફેલાવતા હશે? અનંતનાગ માં થયેલા આ આતંકવાદી હુમલાનો મુખ્ય સૂત્રધાર કોણ હશે? એ ક્યાંથી આવતો હશે? જોકે આ વખતે આંતકવાદીઓને પકડવા માટે આર્મી અને સ્થાનિક પોલીસને છૂટો દોર આપવામાં આવ્યો છે. ત્યારે હવે આતંકવાદીઓનું ઘાટીમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે.

આતંકવાદી હુમલો કરનાર આ આતંકવાદીનું નામ ઉઝૈર ખાન છે. ઉઝૈર ખાન કોકરનાગના નાગામ ગામનો રહેવાસી છે. તે લશ્કર-એ-તૈયબાનો ખાસ આતંકવાદી છે. તેની ઉંમર 28 વર્ષ હોવાનું કહેવાય છે. તે અગાઉ પણ ઘણા આતંકવાદી હુમલા કરી ચુક્તો છે. ઉઝૈર 26 જુલાઈ 2022થી ગુમ છે. તેની સાથે બે વિદેશી આતંકવાદીઓ પણ હોવાની માહિતી છે જે ઉઝૈરને સપોર્ટ કરી રહ્યા છે. તે જૂન 2022થી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો છે પરંતુ હજુ સુધી તેને સેના દ્વારા પકડી શકાયો નથી તેનું મુખ્ય કારણ એ છે કે લશ્કર-એ-તૈયબા દ્વારા A+ આતંકવાદી બનાવવા માં આવ્યો છે હાલમાં ભારતીય સેના દ્વારા તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું છે.

ઉઝૈર ખાન અત્યારે ભારતીય સેનાના નિશાના પર છે ઓપરેશન ઓલ આઉટની માહિતી મુજબ પોલીસ અને આર્મી લગભગ ચાર અઠવાડિયાથી સંયુક્ત ઓપરેશન ચલાવીને તેને શોધી રહી હતી જેથી તેને પકડી શકાય. પોલીસે જણાવ્યું કે બુધવારે અંધારાના કારણે ગડુલ વિસ્તારમાં થયેલા ભીષણ ગોળીબારમાં સેનાના જવાનો શહીદ થયા હતા. અંધારાના કારણે અમારે ના છૂટકે આગળની કાર્યવાહી બંધ કરવી પાડી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે જવાનોની શહાદતનો બદલો લેવા માટે સેના અને પોલીસ હજુ પણ વિસ્તારમાં ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહી છે જેથી કરીને ઘાટીમાંથી આતંકવાદનો સફાયો કરી શકાય.

લશ્કર કમાન્ડર ઉઝૈર ખાન અનંતનાગમાં આતંકવાદીઓનું નેતૃત્વ કરી રહ્યો છે. 4 ઓગસ્ટે કુલગામ જિલ્લાના જંગલમાં આ જ જૂથ સાથે એન્કાઉન્ટર થયું હતું. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં શનિવારે ચોથા દિવસે પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

અનંતનાગમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને ડીએસપી હુમાયુ ભટ્ટની શહીદી બાદ સમગ્ર દેશવાસીઓમાં ગુસ્સો છે. અનંતનાગના ગુનેગારોને મારવા માટે ગાઢ જંગલોમાં ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આર્મીએ અનંતનાગના કોકરનાગ પાસે ગુડાલ વિસ્તારમાં એક ઢોળાવવાળી પહાડી પર આતંકીઓને ઘેરી લીધા છે. ઉઝૈર ખાન અનંતનાગ એન્કાઉન્ટરનો મુખ્ય ગુનેગાર હોવાના કારણે ઉઝૈર ખાનને પકડવા માટે 10 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું છે. ઉઝૈર ખાન ભારતીય આર્મીની રડાર પર છે. કોઈપણ સંજોગોમાં આતંકવાદીઓને છોડવામાં નહિ આવે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button