ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

…તો ખતમ થઇ જશે Googleની બાદશાહી!, Open AI લાવી રહ્યું છે AI સર્ચ એન્જિન

Open AI ટૂંક સમયમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે. Chat GPT, Dall-E અને Sora જેવા AI જનરેટિવ ટેક્સ્ટ, ફોટો અને વિડિયો ટૂલ્સ લોન્ચ કર્યા બાદ કંપની હવે વેબ સર્ચ માટે પણ ચૂલ લોન્ચ કરી શકે છે. જોકે, કંપનીએ આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, Google I/O ના એક દિવસ પહેલા Open AI પોતાનું નવું ટૂલ લોન્ચ કરી શકે છે. આ ટૂલ બીજું કંઈ નહીં પણ ગૂગલ સર્ચ જેવું સર્ચ એન્જિન હોઈ શકે છે, જે AI આધારિત હશે. હાલમાં આ ટૂલ વિશે વધુ માહિતી નથી.

અહેવાલો અનુસાર, જ્યારે તમે આ ટૂલને કોઈપણ પ્રશ્ન પૂછશો, ત્યારે તેના જવાબ સાથે, બ્રાઉઝર પર સ્રોત વિશેની માહિતી પણ ઉપલબ્ધ થશે. નવા પ્લેટફોર્મમાં ફોટા પણ સામેલ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ ગૂગલ સર્ચ કરતા વધુ ઝડપી હશે. આ સિવાય યૂઝરને જે પણ સવાલ હશે, તેને તેનો ચોક્કસ જવાબ મળશે.

દા. ત. જો તમે આ પ્લેટફોર્મ પર ટાયર કેવી રીતે બદલવું તે શોધો છો, તો આખી પ્રક્રિયા તમને ચિત્રોમાં પણ સમજાવશે. જ્યારે તમે Google અથવા અન્ય કોઈ સર્ચ એન્જિન પર કંઈક સર્ચ કરો છો, ત્યારે તમને ઘણી બધી લિંક્સ મળે છે. પણ તમને AI સર્ચ એન્જિન પર સીધા પરિણામો મળશે. જો Open AI આવી પ્રોડક્ટ લોન્ચ કરે છે, તો યુઝર્સ માટે ચોક્કસપણે એક નવો અનુભવ હશે.

તમે આ ટૂલને કેવી રીતે એક્સેસ કરી શકશો તેની કોઈ માહિતી હજી સુધી આપવામાં આવી નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો યુઝર્સને જલ્દી જ તેનો એક્સેસ આપવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ સર્ચ એન્જિન લાઇવ થયા પછી, વપરાશકર્તાઓ તેને search.chatgpt.com પરથી ઍક્સેસ કરી શકશે. જો કે, અત્યારે તમને આ URL પર કંઈપણ મળશે નહીં.

સર્ચ એન્જિન માર્કેટમાં Googleનો દબદબો છેલ્લા બે દાયકાથી ચાલુ છે. જો કે, AIના આગમન પછી, Google ને Open AI તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. એક પછી એક ઓપનએઆઈએ આવા ઘણા ટૂલ્સ લોન્ચ કર્યા છે, જે ગૂગલના ટૂલ્સ કરતા પણ વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ઓપનએઆઈનું સર્ચ એન્જિન ગૂગલના વર્ચસ્વને પડકાર ફેંકી શકે છે.

જોકે, એ હકીકત પણ ના ભૂલવી જોઇએ કે ગૂગલનું સર્ચ એલ્ગોરિધમ બીજા ઘણા સર્ચ એન્જિનની સરખામણીમાં ખૂબ જ પાવરફુલ છે. કંપનીને તેના સર્ચ એન્જીનમાંથી ઘણી બધી આવક થાય છે, જે જાહેરાતોથી આવે છે. અત્યાર સુધી અન્ય કોઈ કંપની ગૂગલને ટક્કર આપી શકી નથી અને તેનો જ દબદબો કાયમ રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button