ફરી ગુજરાતમાંથી પકડાયું મોટી માત્રામાં ડ્રગ્સઃ 6 પાકિસ્તાની પકડાયા
ગુજરાતના દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સની તસ્કરીનો સિલ્ક રૂટ બની ગયો છે. આમ પણ છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સની તસ્કરી વધતા ગુજરાતનો દરિયાકાંઠો કાયમ ડ્રગ્સ માટે વિવાદીત રહ્યો છે. ઘુસણખોરી માટેના આ રસ્તાને સૌથી સેફ માનવામાં આવે છે. ફરી એકવખત આ જ રૂટમાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ અને NCBના સફળ ઑપરેશનમાં ડ્રગ્સ મળી આવ્યું છે. પોરબંદરના દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી વધુ રૂા. 480 કરોડનું ડ્રગ્સ ઝડપાયાના અહેવાલો મળી રહ્યા છે.
ગુજરાતના દરિયાઈ માર્ગ દ્વારા ગેરકાયદેસર વસ્તુઓ ભારતીય સીમામાં લાવવી સહેલી જણાય રહી છે. જો કે આ વખતે ગુપ્ત માહિતીના આધારે આ ઘૂસખોરીઓ અટકાવવામાં ફરી એકવાર ATS અને ભારતીય કોસ્ટગાર્ડ સફળ સાબિત થયું છે. ફરી એકવખત ATS,NCB અને ભારતીય કોસ્ટગાર્ડે ડ્રગ્સ માફિયાના બદઈરાદાને નિષ્ફળ બનાવ્યો છે.
ત્રણેય એજન્સીઓએ ડોર્નિયર એરક્રાફ્ટની મદદથી મધદરિયે જ પાકિસ્તાની બોટને અટકાવવામાં આવી હતી. ડોર્નિયર એરક્રાફ્ટથી તાજેતરમાં જ વેરાવળ ખાતે પકડાયેલ ડ્રગ્સ બાબતે પણ ઈનપુટ્સ આપવા આવ્યા હતાં. બાદમાં સફળ ઓપરેશન હાથ ધરી 480 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBને ડ્રગ્સની તસ્કરી અંગેના ચોક્કસ ઈનપુટ મળ્યા હતા. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસને સમગ્ર ટીમે બોટની તપાસ કરતા કિંમત અંદાજે 480 કરોડ રૂપિયાના જથ્થા સાથે 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી છે.પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ દેશમાં ડ્રગ્સનો જથ્થો ઘુસાડવા માટે ઓમાનનો ઉપયોગ કરે છે. તેઓ ડ્રગ્સ પહેલા મોકલે છે અને બાદમાં ત્યાંથી ગુજરાતના સમુદ્ર માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવા પ્રયાસો કરતા રહે છે.