ટોપ ન્યૂઝ

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં આરોગ્યદાતા સૂર્ય-ક્નયા રાશિ (મિત્ર રાશિ), મંગળ-તુલા રાશિ, બુધ-ક્નયા રાશિ, ગુ-મેષ વક્રીભ્રમણ, શુક્ર-સિંહ રાશિ, શનિ-કુંભ(સ્વગૃહી)વક્રીભ્રમણ, રાહુ-મેષ વક્રીભ્રમણ, કેતુ-તુલા વક્રીભ્રમણ રાશિમાં રહેશે.

આ સપ્તાહમાં શ્રાદ્ધ પક્ષ હોવાથી સવારે બનાવેલી રસોઈ રાત્રિના સમય સુધી વાસી રાખશો નહીં. રાત્રિ ભોજનમાં ગરમા ગરમ રસોઈ જ બનાવશો. સવારે બનાવેલ રસોઇમાંથી વધેલી વધારાની રસોઈ ગરીબો વચ્ચે વહેંચશો. આરોગ્યમય વાતાવરણ માટે પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થશે.

હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ સદ્દપિતૃઓની સદ્ગતિ માટે કરવાથી પરિવારના સભ્યોને અસાધ્ય રોગ, માંદગીમાંથી મુક્તિ મળે છે. પિતૃના આશીર્વાદ પ્રાપ્ત કરી સંસારમાં સર્વ પ્રકારે સુખાકારી પ્રાપ્ત કરવા માટે તેમ જ સંતાનની વયોવૃદ્ધિ થાય તેના માટે શાસ્ત્રમાં સમજાવેલ છે. સનાતન ધર્મમાં દેવી-દેવતા, બ્રાહ્મણ, ગુજન, ગાય, નદી, તુલસી પાન વિગેરેનું પૂજન કરવાની પરંપરા સમજાવેલ છે.
આ સમય દરમિયાન ગાયને લીલું ઘાસ ખવડાવવું, શ્વાનને દૂધ પીવડાવવું, કાગડાને કાગવાસ નાખવી, ભિક્ષુકને ભોજન તેમ જ બ્રાહ્મણને પૂજન, અર્ચન સાથે પ્રીતિ પૂર્વક ભોજનમાં ખીર, દુધપાક કે સફેદ મીઠાઇ ખવડાવવી. અન્ય ભોજન કરાવવું તેમ જ ભોજનના અંતે દક્ષિણા આપીને આશિર્વચન પ્રાપ્ત કરવા જોઈએ. આ સપ્તાહમાં શ્રીમદ્દ ભગવદગીતાનો 15મો અધ્યાય, ગડ પુરાણ વાંચન, ગજેન્દ્ર મોક્ષનો પાઠ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પઠન કરવાથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હલ થઈ જશે.

મેષ (અ, લ, ઇ) આ સપ્તાહ આરોગ્ય માટે ખૂબ જ સારું રહેશે છતાં પણ સમયસર ઊંઘ ન આવવાથી શારીરિક સુસ્તી લાગશે.
યુરિન વધુ પડતું આવવાથી શારીરિક કષ્ટ પીડા લાગે. ગાયત્રીમંત્રના વિશેષ જાપ સાથે દાન ઉચિત જગ્યાએ કરવું.

વૃષભ (બ, વ, ઉ) પેટમાં ગરબડ જણાય. પાણીજન્ય રોગથી સાવધ રહેવું. આત્મવિશ્વાસ ગુમાવવો નહીં. દરરોજ કુવાસીકાને ભોજન કરાવીને જમવું. શુક્રવારે ચંડીપાઠ કરવા તથા સફેદ વસ્તુનું દાન કરવું.

મિથુન (ક, છ, ધ) માથું ભયંકર છણકા મારતું જણાય. સપ્તાહના અંતે અશક્તિ જણાય તેને કારણે માનસિક ભય ચિંતાઓ વધે. દેવાધિદેવ મહાદેવના દર્શન સાથે જળાભિષેક કરશો.

કર્ક (ડ, હ) આ સપ્તાહ આરોગ્ય માટે કોઈપણની ચિંતાઓ કરવા જેવું નથી. નવગ્રહના મંત્ર જાપ સાથે ઓમ નમ: શિવાયનો મંત્ર જાપ કરશો.

સિંહ (મ, ટ) કબજિયાતની ફરિયાદ વારંવાર રહ્યા કરે. વાહન અકસ્માત થવાની શક્યતાઓ. માટે પાટાપિંડી આવવાની સંભાવના. સંધ્યા સમયે નિત્ય હનુમાન મંદિરે દર્શન કરવા.

ક્નયા (પ, ઠ, ણ) આ સપ્તાહમાં રોગ, નાની મોટી માંદગી સતત રહ્યા કરશે. દાક્તરની દવા લાગુ પડશે નહીં. શક્ય છે રિએક્શન આવી શકે. જરૂરીયાતવાળાને તાજું શાકભાજી આપશો તેમ જ સંધ્યા સમયે કુળદેવીની આરતી કરશો.

તુલા (ર, ત) આ સપ્તાહ એકંદરે મધ્યમ બની રહે. થાપા પર સૂઝન આવી શકે. નિત્ય ઈષ્ટદેવ સાથે જીવદયા અવશ્ય કરશો.

વૃશ્ચિક (ન, ય) હરસની તકલીફ આવી શકે. ગર્ભણી મહિલાને સિઝરિયન ઓપરેશન આવી શકે. રામરક્ષા સ્તોત્ર કરશો તેમ જ ગુપ્ત દાન વધારશો.

ધન (ભ, ધ, ફ, ઢ)
ડાયાબિટીસથી પીડિત જાતકોને યથાવત રહે. સપ્તાહના મધ્યાહને છાતીમાં સાધારણ દુખાવો જણાય.
પોતાના માનેલા ગુદેવનો શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવશો તેમ જ ગુ ગીતાનો પઠન કરશો.

મકર (ખ, જ) આંતરડાની તકલીફ હશે તો હજુ વધશે. કમરની બીમારી સાથે કબજિયાતની બીમારી હજુ પણ સતાવશે. નિત્ય પંચદેવની પૂજા કરવાથી ચોક્કસ રાહત જણાશે.

કુંભ (ગ, શ, સ) ફરતો વા આવી શકે. દાઢીના ભાગે સૂઝન આવવાની શક્યતાઓ. શનિ ચાલીસા પઠન કરજો. જૂની લોખંડની ચીજવસ્તુઓ જરૂરીયાતવાળાને દાન કરશો.

(મીન (દ, ચ, ઝ, થ) યુવાવર્ગમાં કોરોનાની બીમારી માટેનો માનસિક ભય સતાવે. કમરમાં મચકોડ આવે. ફકત ને ફક્ત ફેમિલી ડૉક્ટરની દવા લેશો. દેવાધિદેવ મહાદેવને નિત્ય જળાભિષેક કરશો.

આર્થિક સ્થિતિ મુજબ શ્રાદ્ધ પક્ષમાં બ્રહ્મભોજન સાથે વસ્ત્રદાન, વાસણ સાથે ગુપ્ત દક્ષિણા અર્પણ કરવી.

શિવ મંદિરમાં પીપળાની પૂજા કરવી. એકંદરે યુવા તેમ જ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ બની રહેશે. દરેક રાશિના જાતકોએ સૂર્યોદય સમયે શુદ્ધ જળનો અર્ગ સાથે આદિત્ય નારાયણ સ્તોત્રનું પઠન કરશો. આયુ, આરોગ્યમાં રાહત ચોક્કસ જણાશે.નિત્ય ઈષ્ટદેવનો શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવવાનું ભૂલશો નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?