અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ફાઈનલ કરતાં પણ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તેમના ઉત્સાહમાં વધારો કરે એવા સમાચાર આવી રહ્યા છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આખરે શુભમન ગિલ રમશે કે નહીં એ વાત પરથી પડદો ઉંચકી લીધો છે. મેચની પૂર્વ સંધ્યાએ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ આ ખુલાસો કર્યો હતો.
શનિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે અમદાવાદ ખાતે વર્લ્ડકપ-2023ની મહત્ત્વની મેચ પહેલાં પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપતા શુભમન ગિલ મેચ રમશે કે નહીં એ વાત પરથી પડદો ઉંચકી લીધો હતો. રોહિતે શુભમનની ફિટનેસ અંગે સ્પષ્ટતા કરી હતી.
કેપ્ટન રોહિત શર્માએ ભારત-પાકિસ્તાન મેચ પહેલાં યોજાયેલી કોન્ફરન્સમાં પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા અને એક પત્રકારે પૂછ્યું હતું કે શુભમન ગિલની તબિયત કેવી છે અને તે ભારત-પાકિસ્તાન મેચમાં રમશે કે નહીં? આ સવાલના જવાબમાં રોહિતે જણાવ્યું હતું કે શુભમન 99 ટકા ફિટ છે.
મળી રહેલી માહિતી પ્રમાણે શુભમન ગિલ આ મહત્ત્વની મેચ માટે તૈયાર છે અને તે ઈશાન કિશનની જગ્યા લેશે એટલે ગિલ અને રોહિત શર્મા બંને સાથે મળીને ઓપનિંગ કરશે. આ પહેલાં એવા સમાચાર પણ સાંભળવા મળી રહ્યા હતા કે શુભમન ગિલે ગુરુવારે અમદાવાદ ખાતે એક કલાક સુધી નેટ પ્રેક્ટિસ કરી હતી.
Taboola Feed