
નવી દિલ્હી: નાસાના એક્સિઓમ-4 મિશન અંતર્ગત ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અન્ય ૩ ક્રૂ મેમ્બર્સ સાથે હાલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છે. હવે તેની પૃથ્વી પર પરત ફરવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ISS)માં 18 દિવસ વિતાવ્યા પછી ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને તેમના અન્ય ત્રણ અવકાશયાત્રી સહયોગીઓ પૃથ્વી પર પાછા ફરવાના છે. એક્સિઓમ સ્પેસ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, “ISSથી અનડોકિંગનો સમય સવારના 6.05 વાગ્યે (ભારતીય સમય અનુસાર સાંજના 4:35 વાગ્યે) પહેલાં નિર્ધારિત નથી.”
આપણ વાંચો: શુભાંશુ શુક્લાની અવકાશમાંથી ધરતી પર વાપસી: જાણો સંપૂર્ણ પ્રક્રિયા
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “લગભગ 22.5 કલાકની યાત્રા બાદ અવકાશયાત્રીના કેલિફોર્નિયાના સમુદ્ર તટે કેન્દ્રીય સમય અનુસાર વહેલી સવારે 4:31 વાગ્યે એટલે કે ભારતીય સમય અનુસાર મંગળવારે બપોરે 3:01 વાગ્યે ઉતરે તેવી સંભાવના છે. ઉત્તર પ્રદેશના લખનઉના રહેવાસી શુભાંશુ શુક્લાના પિતા શંભુ દયાલ શુક્લાએ પુત્રની પૃથ્વી પર સકુશળ વાપસી માટે પ્રાર્થના કરી છે.
ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા સહીત ચાર અંતરીક્ષ યાત્રી ડ્રેગન સ્પેસક્રાફ્ટની અંદર બેસી ગયા હતાં. તેમણે ડ્રેગનને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અનડોકની પ્રક્રિયા શરુ કરી દીધી છે. ભારતીય સમય અનુસાર લગભગ 4:35 વાગ્યે ડ્રેગન સ્પેસક્રાફ્ટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી અલગ થઇ જશે.
આપણ વાંચો: શુભાંશુ શુક્લા આ તારીખે અવકાશથી પૃથ્વી પર પરત ફરશે! નાસાએ આપી જાણકારી…
સારે જહાં સે અચ્છા…
વાપસી પહેલાં રવિવારે યોજાયેલા વિદાય સમારંભમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ જણાવ્યું હતું કે, “આજનું ભારત પણ દુનિયાથી શ્રેષ્ઠ’ દેખાય છે.” શુભાંશુ શુક્લાએ આ યાત્રાને ‘અદ્ભુત’ ગણાવી હતી.
તેમણે આ યાત્રા માટે પોતાના સાથીઓ, નાસા, એક્સિઓમ મિશન, તેમજ ભારત સરકાર અને દેશવાસીઓનો આભાર માન્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, “આ યાત્રામાંથી મને ઘણું શીખવા મળ્યું છે અને હું અહીંથી ઘણો અનુભવ લઈને જઈ રહ્યો છું.”