
મુંબઈઃ રાજકારણની બલિહારી કહો કે સમયની બલિહારી કહો, પણ મહારાષ્ટ્રના રાજકારણમાં આવેલી ઉથલપાથલે એક વાત સ્પષ્ટ કરી છે કે કોનો સૂર્ય ક્યારે ઊગે ને ક્યાં અને ક્યારે આથમે કે મંદ પડે તે કહી શકાતું નથી. 27મી ફેબ્રુઆરીએ દેશભરમાં રાજ્યસભા (Rajyasabha)ની ચૂંટણી છે, જેમાં મહારાષ્ટ્રના છ સભ્યનો પણ સમાવેશ છે ત્યારે રાજ્યની વિધાનસભાના સેક્રેટરીએ ચૂંટણી પંચને પત્ર લખી સ્પષ્ટતા કરવા કહ્યું છે કે જે શિવસેના અને એનસીપીના સભ્યોના મત મામલે જણાવે કારણ કે આ બે પક્ષોના હરિફ જૂથ હજુ વિધાનસભામાં અલગ ઓળખ ધરાવતા નથી. આ જૂથ એટલે શરદચંદ્ર પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના.
મહારાષ્ટ્ર Maharashtra ની વિધાનસભા Vidhansabhaમાં એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી રાજકીય પક્ષ તરીકે રિજસ્ટર થયેલા છે, જ્યારે પવારની એનસીપી અને ઉદ્ધવની શિવસેના રજિસ્ટર્ડ નથી.
જો રાજ્યસભામાં માત્ર છ ઉમેદવાર જ ઊભા રહે અને તેઓ બિનહરિફ ચૂંટાઈ તો સવાલ નથી, પરંતુ જો તેના કરતા વધારે ઉમેદવાર ઊભા રહે તો એનસીપી અને શિવસેના એક જ છે. બન્નેમાં ભંગાણ થયું હોવા છતાં ગૃહમાં તે એક રાજકીય પક્ષ ગણાય છે.
હવે મોટી મથામણ એ છે કે ચૂંટણી પંચે શિવસેના અને એનસીપીના નામ અને ચૂંટણીચિહ્ન એક જૂથને આપ્યા છે, પરંતુ તેમના આ જૂદા પડી ગયેલા જૂથ રાજકીય પક્ષ Political party તરીકે એક જ ગણાય છે. હવે તો શિંદેસેનાના રાજ્યસભાના ઉમેદવારને ઉદ્ધવસેનાના વિધાસનભ્યો મત આપવા ન માગતા હોય તો તેમના મત કઈ રીતે ગણતરીમાં લેવા તે મામલે મૂંઝવણ છે અને આ જ સ્થિતિ એનસીપીના કેસમાં પણ છે.
વિધાનસભાના સ્પીકર દ્વારા શરદચંદ્ર પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને અલગ રાજકીય પક્ષ તરીકે ઓળખ મળી નથી. આથી વિધાનભવન દ્વારા ચૂંટણી પંચને પૂછવામાં આવ્યું હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.