
રાજસ્થાનના પિંક સિટી તરીકે જાણીતા જયપુરમાં સિતારાઓનો કાફલો બે દિવસથી ધૂમ મચાવી રહ્યો છે. સેલિબ્રિટીઓના એરપોર્ટ પર પહોંચવાથી માંડી રેડ કાર્પેટના દશ્યો પાપારાઝી આપણા સુધી પહોંચાડી રહ્યા છે. ગઈકાલે શાહિદ કપૂર અને કરિના કપૂરના મેળમિલાપે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રાત્રે સમારંભમાં પણ સિતારાઓની અતરંગી ફેશન જોવાની તમને પણ ઈચ્છા હશે તો લો આ તમારી ઈચ્છા પૂરી કરી દઈએ. જૂઓ તમારા ફેવરીટ સિતારા કેવા વેશમાં આવ્યા હતા.
આઈફા એવોર્ડ્સની સિલ્વર જયૂ્બિલી મનાવવામાં આવી રહી છે. આ વખતે સમારંભ જયપુરમાં રાખવામાં આવ્યો છે.

એવોર્ડ્સ સમારંભમાં કરિના કપૂરનો લૂક સૌને આકર્ષી ગયો. ગોલ્ડન અને મરૂન કલરના ડ્રેસમાં કરીના એકદમ સ્ટનિંગ લાગતી હતી. કરિનાએ ગળામાં સુંદર નેકલેસ પહેર્યો હતો અને માથા પર બિંદી પણ લગાવી હતી.

માધુરી દિક્ષિત અને કૃતિ સેનને પોતાના હૉટ લૂકથી સૌનું ધ્યાન ખેંચ્યું. માધુરી પતિ નેને સાથે બ્લેક ગાઉનમાં આવી હતી. નેને સાથે ધક ધક ગર્લે ટ્વિનિંગ કર્યું હતું.

સૌથી બૉલ્ડ લૂકમાં કૃતિ સેનન દેખાતી હતી. કૃતિએ વ્હાઈટ બૉડીકોન ગાઉન પહેર્યું હતું. ઑફ શૉલ્ડર ગાઉન સાથે કૃતિએ એક પણ જ્વેલરી પહેરી નથી.

ડાર્ક બ્લ્યુ શૂટમાં શાહિદ કપૂર સ્ટનિંગ લાગતો હતો.

બોલીવૂડ સિંગર શ્રેયા ઘોષાણ પણ ઓફ શૉલ્ડર ગ્રીન ગાઉનમા્ં આવી હતી. તેણે ગળામાં અને કાનમાં ડાયમન્ડ જ્વેલરી સાથે ચાર ચાંદ લગાવ્યા હતા.

કરણજોહરને અતરંગી ગોલ્ડન આઉટફીટ સૌની નજરમાં આવ્યો. બ્લેઝર અને ટ્રાઉઝર સાથે કરણ વિચિત્ર દેખાઈ રહ્યો છે.

નૉન બોલવૂડ સેલિબ્રિટી રિદ્ધીમા કપૂરની સાડીએ સૌનું ધ્યાન ખેચ્યું હતું. ઑફ વ્હાઈટ અને બ્લેક કલરની સાડી સાથે પતિ સાથે પહોંચેલી રિદ્ધિમાએ ઘણી હીરોઈનોને પણ પાછળ છોડી દીધી હતી. આ સાથે પંચાયતના જીતેન્દ્રકુમાર અને ટીવી હીરોઈન સંજીદા શેખ પણ મસ્ત દેખાતા હતા.

કરણ જોહરની જેમ જ ઉર્ફી જાવેદ પણ પોતાની આદત પ્રમાણે કઢંગા કપડા પહેરીને આવી હતી. તેનું આઉટફીટ પણ ધ્યાન ખેંચે તેવો જ હતો.

આપણો ગુજરાતી પ્રતીક ગાંધી પણ સમારંભમાં પત્ની સાથે હાજર રહ્યો હતો. બ્લેક વેલ્વેટ બ્લેઝરમાં પ્રતીક રૉયલ લાગતો હતો.
આ પણ વાંચો…IIFA માં રાજસ્થાન સરકારે 100 કરોડ આપ્યા? કૉંગ્રેસના દાવાથી ખળભળાટ…