Sensex Crashes 1,433 Pts to 78,290; Market Cap Loss Rs 8L Cr

Stock Breaking: સેન્સેક્સમાં 1400 પોઇન્ટ સુધીનો કડાકો, 8 લાખ કરોડનું ધોવાણ

નિલેશ વાઘેલા
મુંબઇ: અમેરિકાની ચૂંટણીની ચિંતા વચ્ચે ભારતીય શેરબજારમાં ૧૪૦૦ પોઇન્ટ સુધીનો કડાકો અને આઠ લાખ કરોડ સુધીનું ધોવાણ જોવા મળ્યું છે. બજાર અત્યારે આ ઘટાડો પચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે નીચા મથાળે સત્રની શરૂઆત કરી હતી. બેન્કિંગ, નાણાકીય અને આઇટી શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. આગામી યુએસ પ્રમુખપદની ચૂંટણી અને ફેડરલ રિઝર્વ દ્વારા વધારાના વ્યાજ દરમાં કાપની શક્યતાને કારણે સેન્ટિમેન્ટ ખરડાયું છે. ઓપેક દેશોએ ઉત્પાદન વધારો મહિનો મોકૂફ રાખ્યો હોવાથી ક્રૂડ ઓઇલ ના ભાવમાં સવારે ઉછાળો આવતા બજારમાં સાવચેતીનું માનસ જોવા મળ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ભીષણ બનવાની સંભાવના પણ બજારને ફટકો મારી રહી છે.

Also read: Stock Market : શેરબજારમાં દિવાળીની તેજીને બ્રેક, સેન્સેકસમાં 758 પોઇન્ટનો જંગી ઘટાડો

ઓટો સેક્ટરમાં નિરાશા છે. ઑક્ટોબરના વેચાણના ડેટા નિરાશાજનક હોવાથી બજાજ ઑટોના શેર પાંચ ટકા તૂટ્યો હતો. એફકોનનું લિસ્ટીંગ અત્યંત નિરાશાજનક રહેવાથી વાતાવરણ ડહોળાયું છે. આગામી બે દિવસમાં વૈશ્વિક બજારોનું ધ્યાન યુએસ પ્રમુખપદની ચૂંટણી પર કેન્દ્રિત થશે અને ચૂંટણીના પરિણામોના પ્રતિભાવમાં નજીકના ગાળામાં અસ્થિરતા જોવા મળી શકે છે. જો કે, આ અલ્પજીવી હોવાની સંભાવના છે અને યુએસ ગ્રોથ, ફુગાવો અને ફેડરલની કાર્યવાહી જેવા આર્થિક ફંડામેન્ટલ્સ બજારના વલણને પ્રભાવિત કરશે.

Back to top button