
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં સતત પાંચમા દિવસે નેગેટિવ શરૂઆત હોવા મળી છે. ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલા શરૂ કર્યા હોવાના અહેવાલ વિશ્વભરના શેરબજારોમાં વેચવાલી તીવ્ર બની ગઈ છે.
સેન્સેકસ ખુલતા સત્રમાં જ ૬૦૦ પોઇન્ટના ગાબડાં સાથે ૭૨,૦૦૦ ની નીચે ઘૂસી ગયો છે, જ્યારે નિફ્ટી ૨૧,૮૫૦ની નીચે સરક્યો છે. આને કારણે સવારના સત્રમાં જ રોકાણકારોની સંપતિમાં લગભગ ત્રણેક લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો શુક્રવારે ડીપ કટ સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જે સતત પાંચમા દિવસે મધ્ય પૂર્વના સંઘર્ષમાં ભડકવાને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને ફટકો પડ્યો હતો.
વૈશ્વિક સ્તરે પણ, મોટાભાગના બજારો નબળા નોંધ પર ટ્રેડ થયા હતા. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં હતા. રિયલ્ટી અને પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સૌથી વધુ ફટકો પડ્યો હતો.
યુએસ ડોલર સામે રૂપિયો નવા રેકોર્ડ નીચા સ્તરે સરકી રહ્યો છે.
ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ ત્રણ ડોલરનો ઉછાળો આવ્યો છે. બિટકોઈન ૬૦,૦૦૦ની નીચે પટકાયું છે. આજે વિપ્રો, જિયો ફિન સહિત 15 કંપનીઓ તેના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે.
મધ્ય પૂર્વના તણાવ વચ્ચે મંદીવાળા તકનો લાભ લઈ રહ્યા છે. દલાલ સ્ટ્રીટ ખાતે સતત રેલી માટે, ફુગાવામાં હકારાત્મક આશ્ચર્ય, ભૌગોલિક-રાજકીય ઘટનાઓ અથવા કોર્પોરેટ ક્ષેત્રની કમાણી નિર્ણાયક બનશે. વોલ સ્ટ્રીટે ગુરુવારે અસ્થિર ટ્રેડિંગનો અનુભવ કર્યો, કોર્પોરેટ કમાણી અને ફેડ કોમેન્ટ્રી રેટ કટની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યાં હોવાનો સંકેત આપે છે. મિનેપોલિસ ફેડના પ્રમુખ નીલ કશ્કરીએ ધીરજ રાખવાની હિમાયત કરી, એવું સૂચન કર્યું કે 2025 સુધી પોલિસી એડજસ્ટમેન્ટ થઈ શકશે નહીં.