![Stock Market Election Result](/wp-content/uploads/2024/03/Sensex_nifty_market_down_Sensex-2-770x433-1.webp)
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં આજે મંદીવાળા હાવી થઈ જતાં સેન્સેકસ ૭૦૦ પોઇન્ટના ધબડકા સાથે ૭૩,૦૦૦ની નીચે ગબડ્યો હતો, જ્યારે નિફ્ટીએ ૨૨,૧૦૦ની સપાટી ગુમાવી હતી.
અલબત્ત આ લખાઈ રહ્યું છે ત્યારે બંને બેન્ચમાર્ક લેવેચના સોડા વચ્ચે ઉપરોક્ત સપાટીની આસપાસ અથડાઈ રહ્યા છે. અત્યારે બજારનો અંડરટોન નરમ છે, પરંતુ નીચા મથાળે લેવાલીનો ટેકો મળી રહ્યો છે.
બજારના સાધનો અનુસાર RIL સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેર અને યુટિલિટીઝમાં વેચવાલીના દબાણ વચ્ચે બુધવારે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો નીચી સપાટીએ ગબડ્યા હતા.
આ ઉપરાંત વૈશ્વિક શેરબજારોમાં પણ પલટો આવ્યો હોવાથી સ્થાનિક. શેરબજારનું માનસ ખરડાયું હોવાથી હેવિવેઇટ શેરોમાં વેચવાલી વધવાને કારણે ઇન્ડેક્સ સૂચકાંકો પર દબાણ વધ્યુ હતું.
Also Read:
https://bombaysamachar.com/stock-marcket/sensex/
આ દરમિયાન ITC નો શેર 6.3% ઉછળ્યો અને સેન્સેક્સ અને નિફ્ટી બંને પર ટોપ ગેનર બન્યો હતો. બીજી તરફ, વ્યાપક બજાર સૂચકાંકોએ નબળી દેખાવ કર્યો હતો, કારણ કે રોકાણકારોએ એકતરફી તેજી પછી મિડ અને સ્મોલકેપમાં નફો બુક કરવાનું જોયું હતું.
બજારના અનુભવી ટેકનિકલ એનાલિસ્ટ મને છે કે, નિફ્ટી માટે મજબૂત ટેકો અને પ્રતિકારક સ્તરો દર્શાવતા ટેકનિકલ વિશ્લેષણ સાથે, બજાર વ્યૂહાત્મક સોદા માટે યોગ્ય છે.