ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

સિનિયર સિટીઝન પરના અત્યાચારમાં મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે: મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ગુના

નાગપૂર: દેશમાં વૃદ્ધો પરના અત્યાચારોમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લાં એક વર્ષમાં આખા દેશમાં આવા 28 હજાર 545 ગુના દાખલ થયા છે. જેમાં મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે છે. મહારાષ્ટ્રમાં 5 હજાર 69 ગુના દાખલ થયા હોવાની જાણકારી નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓમાંથી મળી છે. સૌથી વધુ 6 હજાર 187 ગુના મધ્ય પ્રદેશમાં નોંધાયા છે. બીજા ક્રમાંકે મહારાષ્ટ્ર છે. અહીં 5 હજાર 69 ગુના નોંધાયા છે. ત્રીજા ક્રમાંકે તમીળનાડૂ (2,376), ચોથા ક્રમાંકે તેલંગણા (2,181) અને પાંચમા ક્રમાંકે આંધ્ર પ્રદેશ (2,114) ગુના નોંધાય છે. મકાન, જમીન, સંપત્તીની વહેંચણી અને લૂંટ કરવાના ઇરાદાથી આ ગુના થયા છે. સિનિયર સિટિઝન્સની હત્યાના બનાવોમાં પણ વધારો જોવા મળ્યો છે.

ત્રણ ટકા હત્યાના બનાવો અનૈતિક સંબંધો, પ્રેમ સંબંધ અથવા તો પ્રેમ સંબંધમાં અડચણ ઊભી થવાને કારણે થઇ છે. વૃદ્ધોની વિવિધ રીતે ફસાવવાના ગુનામાં મહારાષ્ટ્ર પહેલાં ક્રમાંકે છે અહીં 858 ગુના નોંધાયા છે. જેમાં ઓનલાઇન છેતરપીંડી, પોલીસ હોવાનું કહીને લૂંટ અને હનીટ્રેપ દ્વારા ફસાવવાની ઘટનાઓ બની છે.


દેશમાં વૃદ્ધોની હત્યાનો આંકડો 1,318 છે. જેમાં સૌથી વધુ હત્યાના કેસ તમીળનાડૂમાં નોંધાયા છે. અહીં 201 જેષ્ઠ નાગરીકોની હત્યા થઇ છે. મહારાષ્ટ્રમાં 118 વૃદ્ધોની હત્યા થઇ છે. 62 વૃદ્ધોની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જેષ્ઠ નાગરીકોની હત્યામાં મોટા ભાગે દિકરો, ભાઇ, પત્ની, રિલેટીવ્સ અથવા તો ઓળખીતા લોકો જ આરોપી નીકળ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button