ટોપ ન્યૂઝનેશનલ

નક્સલ મુક્ત ભારત: કમાન્ડરને શોધવા માટે આર્મી 125 ગામ ખૂંદી વળી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શું લખ્યું, જાણો?

નવી દિલ્હી: ભારતમાં નક્સલવાદ એક ગંભીર સમસ્યા છે, જે માત્ર સુરક્ષા દળો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. સરકાર અને સુરક્ષા દળો તેને નિયંત્રિત કરવા માટે સતત રણનીતિ બનાવીને તેનું પાલન કરી રહ્યા છે, અને તાજેતરમાં જ સુરક્ષા દળોએ છત્તીસગઢમાં મોટી સફળતા મળી હતી જેમાં બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 30 નક્સલવાદીઓ માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. આ કાર્યવાહી દરમિયાન, નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો અને અન્ય વાંધાજનક સામગ્રી પણ મળી આવી હતી.

આ પણ વાંચો: Madhya Pradesh માં ચાર ખૂંખાર મહિલા નક્સલી ઠાર, સર્ચ ઓપરેશન તેજ

નક્સલી કમાન્ડર હિડમાની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર આગામી દિવસોમાં નક્સલીઓ સામે વધુ મોટા ઓપરેશન કરવામાં આવશે. સુરક્ષા દળોએ નક્સલી કમાન્ડર હિડમાની શોધખોળ આદરી દીધી છે. હિડમાને શોધવા માટે ૧૨૫ થી વધુ ગામડાઓનું ટેકનિકલ મેપિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળ છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશની સરહદો પર આવેલા લગભગ 125 ગામોનું થર્મલ ઇમેજિંગ કરાવી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષા દળોએ 77 નક્સલીઓને ઠાર માર્યા છે.

આ વિસ્તારો નક્સલવાદીઓથી પ્રભાવિત છે, જ્યાં હિડમા છુપાયેલો હોવાની આશંકા છે. આ સાથે, આ વિસ્તારોમાં નક્સલવાદીઓના અડ્ડાઓ પણ બનાવ્યા છે. સુરક્ષા દળ આ કામમાં NTROની મદદ લઈ રહ્યું છે. જેથી આ વિસ્તારોનું મેપિંગ કરી શકાય. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે જ્યારે પણ સુરક્ષા દળો આ વિસ્તારોમાં ઓપરેશન માટે નીકળશે, ત્યારે તેમની પાસે બધા માર્ગોની માહિતી પણ હશે. તે નક્સલવાદીઓ સામે વધુ સારી કામગીરીનું સંકલન કરવામાં પણ મદદ કરશે.

આ પણ વાંચો: Chhattisgarh માં સુરક્ષા દળોએ મોટા નક્સલી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું

આવતા વર્ષે ભારત નક્સલી મુક્ત

ગૃહ પ્રધાન અમિત શાહે નક્સલવાદીઓ સામેની આ સફળતા પર ખુશી વ્યક્ત કરી અને દેશને ખાતરી આપી કે આવતા વર્ષે 31 માર્ચ પહેલા નક્સલી આતંકનો અંત આવશે. તેમણે X પર લખ્યું કે આજે આપણા સૈનિકોએ ‘નક્સલ મુક્ત ભારત અભિયાન’ ની દિશામાં બીજી મોટી સફળતા મેળવી છે. છત્તીસગઢના બીજાપુર અને કાંકેરમાં આપણા સુરક્ષા દળોના બે અલગ અલગ ઓપરેશનમાં નક્સલીઓ માર્યા ગયા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button