ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Kuwaitમાં લાગેલી આગમાં 40 જેટલા ભારતીયોના મોતનો અહેવાલ; હજુ 30 જેટલા લોકો ઘાયલ

કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં કામદારોની એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાં 40 જેટલા ભારતીય લોકોના મોત થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં મોટાભાગના મોત તો શ્વાસ રૂંધાવાના કારણે થયા છે. મૃતકોમાં 5 લોકો કેરળના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બિલ્ડિંગમાં ભારતીયોનું પ્રમાણ વધુ હતું. કુવૈતના દક્ષિણી શહેર મંગાફમાં છ માળની બિલ્ડિંગના રસોડામાં આગ લાગી હતી.

કેરળની સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર, જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે મલયાલમ બિઝનેસમેન કે. જી. અબ્રાહમના NBTC ગ્રૂપની છે. ઇમારતમાં લગભગ 160 લોકો રહે છે અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો આ કંપનીમાં કામ કરતાં હતા. રિપોર્ટ અનુસાર, કેજી અબ્રાહમ કેરળના તિરુવલ્લાના એક બિઝનેસમેન છે. તેમની કંપની 1977 થી કુવૈતની ઓઇલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો ભાગ છે.

આ પણ વાંચો: Canada થી પેરિસ જતી ફ્લાઇટમાં લાગી આગ ,પાયલોટે 402 લોકોના જીવ બચાવ્યા

જો કે કુવૈતના સ્થાનિક એક સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ ફ્લોરના રસોડામાં આગ લાગી હતી. ભારતીય સામે અનુસાર સવારના 6 વાગ્યામાં આગ લાગી હતી. રિપોર્ટ અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર કિચનમાં લાગેલી આગ ઝડપથી 6 માળની ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં લોકો અંદર ફસાઈ ગયા. બિલ્ડિંગમાં મોટાભાગના પરપ્રાંતિય મજૂરો રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો ગેરકાયદેસર રીતે પણ રહેતા હતા. કુવૈતની કુલ વસ્તીના 21% એટલ કે 10 લાખ ભારતીયો છે. જો કે આ કર્મચારીઓના 30% અથવા આશરે 9 લાખ છે.

આ પણ વાંચો: રશિયામાં 5 ભારતીય મેડિકલ સ્ટુડન્ટ નદીમાં ડૂબ્યાં, 4ના મોત 1 નો બચાવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કુવૈતની દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે તેઓ આ ઘટના પર નજર રાખી રહ્યા છે અને અધિકારીઓને પણ મદદ કરી રહ્યા છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. 40 થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હોસ્પિટલમાં 50 થી વધુ લોકો દાખલ છે. અમારા રાજદૂત સ્થળ પર ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.”

આ દુર્ઘટના બાદ ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્ત લોકો સાથે પણ મુલાકાત કરી હતી. કુવૈત સ્થિત ભારતીય દૂતવાસે ટ્વિટર પોસ્ટ કરીને કહ્યું હતું કે આજે ભારતીય શ્રમિકો સાથે સર્જાયેલ દુ:ખદ બનાવમાં ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર +965-65505246 જાહેર કર્યો છે. તેમણે વિનંતી કરી છે કે તમામ સંબંધિતોને અપડેટ્સ માટે આ હેલ્પલાઈન સાથે જોડાવા વિનંતી છે. એમ્બેસી તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?