ટોપ ન્યૂઝનેશનલ

RBI ગવર્નર શક્તિકાંત દાસનો આજે પદ પર છેલ્લો દિવસ, વડા પ્રધાન અને નાણા પ્રધાનનો આભાર માન્યો

નવી દિલ્હી: રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસ (RBI Governor Shaktikanta Das) નો આજે પદ પર છેલ્લો દિવસ છે. તેમણે લગભગ છ વર્ષ સુધી RBIના ગવર્નર તરીકે સેવા આપી. રેવન્યુ સેક્રેટરી રહી ચૂકેલા સંજય મલ્હોત્રા (Sanjay Malhotra) હવે તેમનું સ્થાન લેશે. આજે શક્તિકાંત દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને આરબીઆઈની સમગ્ર ટીમનો આભાર માન્યો.

વડા પ્રધાનનો આભાર માન્યો:

X પરની એક પોસ્ટમાં, તેમણે લખ્યું કે, “આજે હું આરબીઆઈ ગવર્નર પદ છોડીશ. સમર્થન અને શુભેચ્છાઓ માટે આપ સૌનો આભાર. મને આરબીઆઈ ગવર્નર તરીકે દેશની સેવા કરવાની તક આપવા અને તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ આભારી છું. તેમના વિચારોથી મને ઘણો ફાયદોથયો.

નાણા પ્રધાન નિર્મલાની પ્રસંશા:

તેમણે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વિશે લખ્યું કે, ” તેમના સતત સમર્થન અને સહકાર માટે માનનીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણને હૃદયપૂર્વક આભાર. નાણાકીય સંકલન તેના શ્રેષ્ઠ સ્તરે હતું અને છેલ્લા છ વર્ષમાં અમને ઘણા પડકારો સામે લડવા મદદ કરી

RBIને શુભકામનાઓ પાઠવી:તેમણે આગળ લખ્યું, “હું નાણાકીય ક્ષેત્ર અને અર્થતંત્રના તમામ હિતધારકો, નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓ; ઉદ્યોગ સંસ્થાઓ અને સંગઠનો; કૃષિ, સહકારી અને સેવા ક્ષેત્રના સંગઠનો તેમના ઇનપુટ્સ અને નીતિ સૂચનો માટે આભાર માનું છું. હું સમગ્ર ટીમનો ખૂબ આભાર માનું છું. RBIની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. સાથે મળીને આપણે અભૂતપૂર્વ વૈશ્વિક પડકારોના મુશ્કેલ સમયગાળામાંથી સફળતાપૂર્વક આગળ વધ્યા. આરબીઆઈ વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર સંસ્થા તરીકે આગળ વધે એવી મારી ઈચ્છા છે.


Also read:RBI ગવર્નર શક્તિકાંતા દાસ હોસ્પિટલમાં દાખલ, છાતીમાં દુખાવાની તકલીફ


આપ સૌને મારી શુભકામનાઓ.”શક્તિકાંત દાસનો કાર્યકાળ:તેમની RBI ગર્વનર પદ પર 12 ડિસેમ્બર 2018ના રોજ નિમણૂક કરવામાં આવી હતી. બાદમાં તેમનો કાર્યકાળ વધુ ત્રણ વર્ષ લંબાવવામાં આવ્યો હતો. નવેમ્બર 2016માં જ્યારે ડિમોનેટાઇઝેશન થયું ત્યારે પણ શક્તિકાંત દાસે મહત્વની ભમિકા નિભાવી હતી. તેમણે કોવિડ દરમિયાન અને પછી દેશમાં મોંઘવારીની સમસ્યાને અંકુશમાં લેવા માટે નોંધપાત્ર કામ કર્યું છે. દાસે બ્રિક્સ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને SAARCમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button