મુંબઇઃ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન નવલ ટાટા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થયા છે. રાત્રે સાડા બારથી એક વાગ્યા વચ્ચે તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમનું બ્લડ પ્રેશર ઓછું થઇ ગયું હતું, તેથી તેમને તરત ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ જાણીતા હૃદયરોગના નિષ્ણાત ડૉ. શારુખ અસ્તપી ગોલવાલાની દેખરેખ હેઠળ છે.
સવારથી એવા સમાચાર ફેલાઇ રહ્યા છે કે રતન ટાટાને ગંભીર સ્થિતિમાં બીચ કેન્ડી હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, પણ આ માહિતી ખોટી છે. ખુદ રતન ટાટાએ તેમની તબિયત વિશેના અપડેટ શેર કરીને જણાવ્યું છે કે તેઓ હેમખેમ છે. તેઓ એક રૂટિન ચેકઅપ અને ઉંમરને લગતી સમસ્યાઓના નિદાન અને ઇલાજ માટે હૉસ્પિટલમાં દાખલ થયા છે અને તેA નિષ્ણાંત ડૉક્ટરોના નિર્દેશન હેઠળ છે. તેમ જ ચિંતા કરવાનું કે અફવાઓ ફેલાવવાનું કોઇ કારણ નથી.
રતન ટાટા સાલ 1962માં ટાટાજૂથમાં જોડાયા હતા. 1990માં ટાટા જૂથના ચેરમેન બનતા પહેલા તેમણે અનુભવની સીડીઓ પર ચઢતા ચઢતા અનેક હોદાઓ પર મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી. ટાટાની દૂરંદેશી અને વ્યૂહાત્મક વિચારસરણીને કારણે ટાટાજૂથે ટેલિકોમ, રિટેલ અને ઓટો જેવા નવા ઉદ્યોગોમાં પાંખો ફેલાવી હતી. 2008 માં જગુઆર લેન્ડ રોવરનું સંપાદન તેમની સૌથી નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.
રોપકાર અને કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રત્યેના તેમના સમર્પણને કારણે તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ સહિતના અસંખ્ય સન્માનો મળ્યા છે