ટોપ ન્યૂઝમનોરંજન

દેશની સૌથી મોટી ફિલ્મ સિટીના સ્થાપક Ramoji Rao નું 87 વર્ષની વયે નિધન

હૈદરાબાદ : ઈનાડુ(Eenadu)અને રામોજી ફિલ્મ સિટીના (Ramoji Film City)સ્થાપક રામોજી રાવનું
(Ramoji Rao)શનિવારે સવારે હૈદરાબાદની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમણે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના દ્વારા સ્થાપિત હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટી સાઉથ અને બોલિવૂડ ફિલ્મો માટે એક મોટું પ્લેટફોર્મ છે. આ ફિલ્મ સિટી કેટલાય એકરમાં ફેલાયેલી છે અને અહીં અત્યાર સુધીમાં હજારો ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે.

રામોજી રાવની હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

તેલંગાણા ભાજપ વડા જી કિશન રેડ્ડીએ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ રામોજી રાવના નિધનથી ખૂબ જ દુઃખી છે. પત્રકારત્વ અને તેલુગુ મીડિયામાં તેમના યોગદાનને ભૂલી શકાય તેમ નથી. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. રામોજી રાવની હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 5 જૂને તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમની સંપત્તિ 4.7 અબજ ડોલર

રામોજી રાવનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું. રામોજી રાવનો જન્મ 16 નવેમ્બર 1936ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પેડાપારુપુડી ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેણે વિશ્વનો સૌથી મોટો થીમ પાર્ક અને ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી બનાવ્યો. તેમના બિઝનેસ સામ્રાજ્યમાં માર્ગદર્શી ચિટ ફંડ, ઈનાડુ ન્યૂઝપેપર, ETV નેટવર્ક, રામાદેવી પબ્લિક સ્કૂલ, પ્રિયા ફૂડ્સ, કલાંજલિ, ઉષાકિરણ મૂવીઝ, મયુરી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સ અને ડોલ્ફિન ગ્રુપ ઑફ હોટેલ્સનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની સંપત્તિ 4.7 અબજ ડોલરથી વધુ છે.

2016માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા

રામોજી રાવના પ્રોડક્શન હાઉસનું નામ ઉષાકિરણ મૂવીઝ છે. તેણે થોડા તુમ બદલો થોડા હમ, પ્રતિઘાત સહિત ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી. વર્ષ 2000માં તેમને ફિલ્મ ‘નવી કાવલી’ માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય તેમને 2016માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો