અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે સજી-ધજી રહેલી સરયૂ નદી આસ્થા અને આધ્યત્મ સાથે દેશની અર્થવ્યવસ્થાનું પ્રમુખ કેન્દ્ર બનશે. માત્ર પર્યટન સ્થળ જ નહીં પણ અયોધ્યામાં જે રીતે નવા નવા પ્રોજેક્ટ આવી રહ્યાં છે તેને કારણે યુપીનો ખૂબ વિકાસ થવાનો છે. પર્યટન વિભાગના આંકડા જણાવે છે કે વર્ષ 2021માં અયોધ્યામાં પોણા ત્રણ લાખ પર્યટકો આવ્યા હતાં. જ્યારે એક વર્ષમાં જ એટલે કે 2022માં આ આંકડો 85 ટકા વધીને 2.39 કરોડ પર પહોંચી ગયો હતો. જો બિઝનેસના દ્રષ્ટીકોણથી જોઇએ તો આખા દેશમાં પ્રાણ પ્રતિષ્ઠાનને લઇને ઉત્સાહ જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને જોતાં એક્સપર્ટ્સનું માનવું છે કે રામલાલા સાથે જોડાયેલી વસ્તુઓનો જ 50 હજાર કરોડ રુપિયાનો બિઝનેસ થશે.
રામ મંદિર સમિતિએ ભક્તોની આસ્થાના જોતા એવી વ્યવસ્થા કરી છે કે રોજના 70 હજાર ભક્તો દર્શન કરી શકશે. પદ્મનાભ સ્વામી મંદિર, તિરુપતી બાલાજી, વૈષ્ણોદેવી, સિદ્ધી વિનાયક મંદિર અને કાશી વિશ્વનાથ મંદિરની જેમ જ અહીં પણ ભક્તોની સુવિધાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 5મી ઓગષ્ટ 2020ના રોજ રામ મંદિરના નિર્માણ માટે કરવામાં આવેલા ભૂમી પૂજન બાદ જ અયોધ્યાની દશા અને દિશામાં મોટો ફેરફાર થયો હતો.
અયોધ્યામાં હજારો કરોડોની યોજનાઓ તો ચાલી જ રહી છે સાથે સાથે રામલલાના દર્શન માટે રામપથ, ભક્તી પથ અને દર્શન પથનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે. ઘણાં મંદિરોમાં જિર્ણોદ્ધાર થઇ રહ્યો છે. જેથી પર્યટકો માત્ર ભગવાન રામના દર્શન કરી પાછા ના જતા રહે પણ થોડાં દિવસ અયોધ્યામાં જ વિતાવે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને