ટોપ ન્યૂઝનેશનલ

Loksabha Election 2024: રાહુલ-પ્રિયંકા અમેઠી-રાયબરેલીથી નહિ લડે ચૂંટણી, જાણો શું કારણ જણાવ્યુ?

નવી દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) લઈને તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. એક પછી એક બેઠકોની જાહેરાત થઈ રહી છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચ તારીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે, ત્યારબાદ ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ તે પહેલા ગાંધી પરિવાર વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધી પરિવારે અમેઠી અને રાયબરેલીથી પોતાને દૂર કરી લીધા છે અને પરિવારનો કોઈ સભ્ય આ પરંપરાગત બેઠકો પરથી આગામી ચૂંટણી લડશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના બંને નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)નું માનવું છે કે જો તેઓ અમેઠી અને વાયનાડ એમ બે જગ્યાએથી ચૂંટણી લડ્યા અને બંને જગ્યાએથી જીત્યા તો પછી તેમણે એક સીટ છોડવી પડશે, જે ખોટું હશે અને લોકોમાં ખોટો સંદેશ જશે. રાહુલનું માનવું છે કે જો તે જીતીને અમેઠી છોડી દેશે તો અમેઠીના લોકો કહેશે કે છેલ્લી વખત હાર્યા બાદ આ વખતે ભલે તે જીતે તો પણ તે અમને છોડી દેશે. વાયનાડ છોડતી વખતે, ત્યાંના લોકો કહેશે કે જ્યારે તેઓ પરંપરાગત સીટ અમેઠીથી હારી ગયા હતા, ત્યારે તેઓએ તેમને સંસદમાં મોકલ્યા હતા અને ત્યાંથી જીત્યા હતા, તેથી હવે તેઓ અમને છોડી ગયા છે.

બીજી તરફ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. ન તો રાયબરેલીથી કે ન તો અન્ય કોઈ જગ્યાએથી. પ્રિયંકાનું માનવું છે કે જો તેના પરિવારના ત્રણ સભ્યો સંસદમાં જશે તો તેનાથી જનતામાં ખોટો સંદેશ જશે. તેમજ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પરિવારવાદનો આરોપ લગાવે છે તે મજબૂત થઈ જશે અને તેના આરોપો સાચા ઠરશે.

અહીં રાહુલ ગાંધી પણ તેની બહેન પ્રિયંકા સાથે સંપૂર્ણ રીતે સંમત છે. અને બંનેએ અમેઠી અને રાયબરેલીથી પોતાને દૂર કર્યા છે અને ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. રાહુલ ફરી એકવાર કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી લડવાના છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસ સમક્ષ આ બે પરંપરાગત બેઠકો પર પાર્ટીએ કોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવું તે એક મોટી સમસ્યા ઊભી થઈ છે જે જીતી આ બેઠકો પર જીતી શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button