દેશના 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોથી વિપરિત ભાજપ ઝળહળતી સફળતા મેળવી રહી છે, જેને કારણે ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. દેશના લોકોમાં પણ ભાજપના વિજયની ખુશી જોવા મળી રહી છે. ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો ગણો સરસ અને માણવા જેવો છે. આ વીડિયોમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી જ તેમના પક્ષ માટે એવી નિરાશાજનક વાત કરી રહ્યા છે અને જાણે કે તેમની એ કાળી વાણી હવે સાચી પડી ગઇ છે અને ચાર રાજ્યમાંથી ભાજપ ત્રણ રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં જીત નોંધાવી રહ્યું છે.
આ વીડિયોને જોઇને હવે તમને પણ એમ થશે કે પીએમ મોદી માટે પનોતી શબ્દ વાપરનારા કૉંગ્રેસ પક્ષ માટે પનોતી કોણ છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઇ ચૂક્યા છે. તમે પણ માણો આ વીડિયો…