ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો રશિયા-યુક્રેન ન થયું હોત! પુતિને નિવેદન આપી વિવાદ સર્જ્યો…
મોસ્કો: ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઈટેડ સ્ટેટ્સનું રાષ્ટ્રપતિ પદ સંભાળી લીધું છે, એ સાથે જ તેમણે લીધેલા નિર્ણયો અંગે વિવાદો થઇ રહ્યા છે. એવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin on Donald Trump) વધુ એક વિવાદ ઉખેડ્યો છે. એક ઈન્ટરવ્યું દરમિયાન પુતિને કહ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત, તો 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ શરુ ન થયું હોત. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ રશિયા તરફી હોવાના આરોપો લાગ્યા છે, એવામાં પુતિનનું નિવેદન મહત્વનું છે.
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ લાદવા ચીમકી ઉચ્ચારી; ગંભીર આરોપો પણ લગાવ્યા
2020 યુએસ રાષ્ટ્રપતિમાં ગડબડ:
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2020 યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર પણ સવાલ ઉઠાવ્યા. તમણે કહ્યું કે 2020 ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર ગડબડને કારણે થઇ હતી. તેમણે કહ્યું,”જો 2020 માં તેમની પાસેથી જીત છિનવી લેવામાં ન આવી હોત, અને તેઓ રાષ્ટ્રપતિ હોત, તો કદાચ 2022માં યુક્રેનમાં સંકટ સર્જાયું ન હોત.”
ટ્રમ્પના ભરપુર વખાણ કર્યા:
પુતિને રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પને સ્માર્ટ અને વ્યવહારિક ગણાવ્યા. પુતિને વૈશ્વિક મુદ્દાઓને સંભાળવાની ટ્રમ્પની ક્ષમતાની પ્રશંસા કરી. પુતિને કહ્યું કે પેટ્રોલિયમના ભાવમાં વધઘટ રશિયા અને અમેરિકા બંને માટે નુકસાનકારક હોઈ શકે છે.
આ પણ વાંચો : Fact Check: ટ્રમ્પના શપથ ગ્રહણ દરમિયાન એસ જયશંકરનનું અપમાન કરવામાં આવ્યું! જાણો શું છે હકીકત
ટ્રમ્પે હાર ન સ્વીકારી:
નોંધનીય છે વર્ષ 2020ની યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન સામે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઇ હતી, પરંતુ ટ્રમ્પે આ હારને સ્વીકારી ન હતી. તેઓ સતત દાવો કરતા રહ્યા કે 2020 ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી ગડબડ કરવામાં આવી છે. તેમના સર્મથકોએ કેપીટોલ હિલ પર હુમલો પર કર્યો હતો.