ટોપ ન્યૂઝનેશનલ

પીએમ મોદીની સુરક્ષામાં ખામી, પંજાબ સરકારે એક પછી એક લીધા મોટા નિર્ણય

ચંદીગઢ: પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીઓ બદલ પંજાબ સરકારે એક પછી એક મહત્વનાં નિર્ણયો લીધા છે. આ મુદ્દે રાજ્ય સરકારે એક એસપીને સસ્પેન્ડ કર્યા પછી હવે બે ડીએસપી સહિત અન્ય છ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં વડા પ્રધાનની સુરક્ષામાં બેદરકારી સામે આવી હતી.

પંજાબમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન વડા પ્રધાન મોદી 5 જાન્યુઆરી, 2022ના ભટિંડા પહોંચ્યા હતા. વડા પ્રધાન રોડ માર્ગે ફિરોઝપુર જઈ રહ્યા હતા. એ જ વખતે ખેડૂતોએ રસ્તો રોક્યો હતો. આ પછી વડા પ્રધાનનો કાફલો ફિરોઝપુરના ફ્લાયઓવર પર વીસ મિનિટ માટે રોકાયો હતો. આ ફ્લાયઓવર ભારત-પાકિસ્તાન હુસૈનીવાલા બોર્ડરથી થોડે દૂર છે. વડા પ્રધાન મોદીને વીસ મિનિટ પછી પાછા ફરવું પડ્યું હતું.


આ સમગ્ર ઘટનાનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ પંજાબ સરકારે એસપી ગુરબિંદર સિંહને સસ્પેન્ડ કર્યા બાદ હવે ડીએસપી પ્રસોન સિંહ, ડીએસપી જગદીશ કુમાર, ઈન્સ્પેક્ટર બલવિંદર સિંહ, જતિન્દર સિંહ, એસઆઈ જસવંત સિંહ અને એએસઆઈ રમેશ કુમારને પણ સસ્પેન્ડ કરી દીધા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button