વકફ બિલ પાસ કરાવવા સરકાર કરી રહી છે તૈયારી? વડાપ્રધાને ભાષણમાં આપ્યા સંકેત….

નવી દિલ્હી: ગઇકાલે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા. મહારાષ્ટ્રમાં ભાજપે 288માંથી 132 બેઠકો જીતીને વિક્રમ સ્થાપિત કર્યો છે. પીએમ મોદીએ લગભગ એક કલાક સુધી ભાષણ આપ્યું હતું જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમએ તેમના ભાષણમાં વક્ફ બોર્ડ, પરિવારવાદ અને કલમ 370નો ઉલ્લેખ કરીને કોંગ્રેસને ઘેરી હતી. જો કે તેમણે વકફ બોર્ડ વિધેયકને લઈને પણ પીએમએ સંકેતો આપ્યા હતા.
બાબાસાહેબના બંધારણમાં વકફનું કોઇ સ્થાન નથી
વડાપ્રધાન મોદીએ આપેલ ભાષણમાં કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વાવેલું તુષ્ટિકરણનું બીજ બંધારણના ઘડવૈયાઓ સાથે કરવામાં આવેલો વિશ્વાસઘાત છે અને હું આ વિશ્વાસઘાત મોટી જવાબદારી સાથે કહી રહ્યો છું. કોંગ્રેસે દાયકાઓ સુધી દેશમાં આ રમત રમી. તુષ્ટિકરણ માટે કાયદો બનાવો. તેનું ઉદાહરણ વક્ફ બોર્ડ છે. બાબાસાહેબના બંધારણમાં વકફ કાયદા માટે કોઈ સ્થાન નથી પરંતુ કોંગ્રેસે સત્તાની લાલચમાં આવીને એવી વ્યવસ્થા બનાવી છે કે જેથી તેની વોટબેંક વધી શકે.
સત્તામાંથી જતા પહેલા સોંપી વકફને સંપતિ
વડાપ્રધાન મોદીએ કહ્યું કોંગ્રેસે તુષ્ટિકરણ માટે કાયદાઓ બનાવ્યા. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશની પણ પરવા કરી ન હતી. તેનું ઉદાહરણ વક્ફ બોર્ડ છે. દિલ્હીના લોકોને આશ્ચર્ય થશે. સ્થિતિ એવી હતી કે 2014માં સરકાર છોડતા પહેલા આ લોકોએ દિલ્હી અને આસપાસના વિસ્તારોની ઘણી મિલકતો વકફ બોર્ડને સોંપી દીધી હતી.
આ પણ વાંચો…..AUS vs IND 1st test: યશસ્વી જયસ્વાલ 150 રનની નજીક, લંચ સુધી મેચની સ્થિતિ
શિયાળુ સત્રમાં થશે રજૂ
વડાપ્રધાનના આ નિવેદનથી વકફ બોર્ડ પર સરકાર કેવા પગલાં લેશે તેનું સ્પષ્ટ ચિત્રણ મળી ગયું છે. તેમણે સંકેત આપી દીધા છે કે 2024 ના અંત પહેલા ટકી શકશે નહીં. હકીકતે સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થશે. દરેકની નજર વકફ બિલ પર રહેશે. આ વિશેષ સત્રમાં પાંચ નવા બિલએન સંસદમાં રજૂ કરવામાં આવશે. પરંતુ સૌની નજર વકફ બિલ પર છે. વક્ફ બિલ સંસદની સંયુક્ત સમિતિ દ્વારા વિચારણા અને સમીક્ષા હેઠળ છે.