
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ એક લેખ લખ્યો હતો જેમાં પીએમ મોદીએ કલમ 370ને ભારત પરનું કલંક ગણાવ્યું હતું. તેમણે એ વાતને ઉલ્લેખ કર્યો હતો કે કલમ 370 અને 35Aના કલંકને સંપૂરણ પણે ભૂંસી નાખવા માંગતા હતા. તેમણે લખ્યું હતું કે 11 ડિસેમ્બરના રોજ ભારતીય સુપ્રીમ કોર્ટે કલમ 370 અને 35 (A) નાબૂદ કરવા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદા દ્વારા ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને સમર્થન આપ્યું છે, જેનો દરેક ભારતીય આદર કરે છે. સુપ્રીમ કોર્ટે તેનો ચુકાદો સંભળાવતી વખતે એ ટીપ્પણી એકદમ બરાબર કરી હતી કે પાંચ ઓગસ્ટ 2019ના રોજ લેવાયેલો નિર્ણય બંધારણીય એકીકરણને વધારવા માટે હતો વિઘટન કરવા માટે નહીં. કોર્ટે તેના ચુકાદામાં એ પણ સ્વીકાર્યું હતું કે કલમ 370 એ કાયમી નિવારણ નથી તે સમયની જરૂરીયાત પ્રમાણે લગાવવામાં આવી હતી.
પીએમ મોદીએ લખ્યું હતું કે જમ્મુ, કાશ્મીર અને લદ્દાખની એક આગવી ઓળખ રહી છે. અહીની ખીણો એકદમ શાંત અને પર્વતો એકદમ ભવ્ય છે. અહીંથી કવિઓની પેઢીઓ આવે છે. અહીંનું વાતાવરણ સાહસિકોને આકર્ષે છે. આ એક એવી જગ્યા છે જ્યાં સૌથી શ્રેષ્ઠ બાબતો અસાધારણ રીતે મળી જાય છે. જ્યાં હિમાલય આકાશ સુધી પહોંચે છે અને તેના તળાવો અને નદીઓના નૈસર્ગિક પાણી સ્વર્ગને પ્રતિબિંબિત કરે છે. પરંતુ છેલ્લા સાત દાયકાઓથી આ સ્થળોએ હિંસા અને અસ્થિરતાના સૌથી ખરાબ સ્વરૂપો જોયા છે જે ખરેખર અહીં ના થવા જોઇએ.
પીએમ મોદીએ પોતાના લેખમાં એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આઝાદીના સમયે અમારી પાસે રાષ્ટ્રીય એકતા માટે નવી શરૂઆત કરવાનો વિકલ્પ હતો. તેના બદલે આપણે એક એવો અભિગમ અપનાવ્યો જે ભારતની અખંડિતતા પર પ્રશ્ર્નો ઊભા કરે. શરૂઆતથી જ જમ્મુ-કાશ્મીર ચળવળ સાથે જોડાયેલા રહેવાની તક મળી છે. જમ્મુ અને કાશ્મીર માત્ર રાજકીય મુદ્દો ન હતો. તે સમાજની સંબોધવાની વાત હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના લેખમાં લખ્યું હતું કે હું હંમેશાથી દૃઢપણે માનતો હતો કે જમ્મુ-કાશ્મીરમાં જે પણ થયું તે આપણા દેશ અને ત્યાં રહેતા લોકો સાથે મોટો વિશ્વાસઘાત હતો. આ અન્યાયને ભૂંસી નાખવા માટે હું જે કંઈ કરી શકું તે કરવાની મારી પણ પ્રબળ ઈચ્છા હતી.