ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કેબિનેટની બેઠક: વડા પ્રધાને પહેલાં 100 દિવસ માટેનો રોડમેપ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પ્રધાનોને કહ્યું હતું કે નવી સરકારમાં આગામી પાંચ વર્ષના શાસન માટેના પહેલા 100 દિવસના કામનો રોડમેપ તૈયાર રાખો, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

રવિવારે સવારે કેબિનેટની બેઠકમાં હાજરી આપતાં વડા પ્રધાને તેમને એવી સલાહ આપી હતી કે સચિવો અને તેમના મંત્રાલયના અન્ય અધિકારીઓને મળીને તેમની સાથે ચર્ચા કરીને આગામી પાંચ વર્ષના પહેલા 100 દિવસમાં અમલમાં મૂકી શકાય એવા કામનો એજેન્ડા તૈયાર કરી નાખવો.

ચૂંટણી પંચ દ્વારા લોકસભા-2024ની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવ્યા બાદની આ પહેલી કેબિનેટની બેઠક હતી. કેબિનેટની બેઠકમાં સાત તબક્કામાં ચૂંટણી આયોજિત કરવાની ચૂંટણી પંચની ભલામણોને રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મુર્મૂ સુધી પહોંચાડવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હતી.

પહેલું નોટિફિકેશન 20 માર્ચના રોજ બહાર પાડવાનું છે, જેમાં 19 એપ્રિલે દેશની 102 બેઠક પર મતદાન થવાનું છે તે બેઠકોનો સમાવેશ થશે. નોટિફિકેશન બહાર પાડવામાં આવતાં જ ઉમેદવારી નોંધાવવાનું કામ ચાલુ કરી દેવામાં આવશે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કેબિનેટના સાથીઓ ત્રીજી માર્ચે ‘વિકસિત ભારત: 2047’ વિઝન ડોક્યુમેન્ટ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આમાં આગામી પાંચ વર્ષનો એક્શન પ્લાન પણ ઘડી કાઢવામાં આવ્યો હતો.
કેબિનેટની આખા દિવસની બેઠક દરમિયાન આગામી સરકારના પહેલા 100 દિવસના કામ માટેનો પ્લાન ઘડી કાઢવા પર ચર્ચા કરવામાં આવી હતી.


સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ વિકસિત ભારત વિઝન ડોક્યુમેન્ટ બે વર્ષની તૈયારીઓ બાદ ઘડી કાઢવામાં આવ્યો છે. આને માટે 2,700 બેઠકો, કાર્યશાળા, સેમિનાર વિવિધ સ્તરે આયોજિત કરવામાં આવ્યા હતા અને 20 લાખથી વધુ યુવાનો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા હતા. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button