ઇન્ટરનેશનલટોપ ન્યૂઝસ્પોર્ટસ

શ્રીલંકાના આ ખેલાડી પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો! ICCએ નોટીસ મોકલી જવાબ માંગ્યો

દુબઈ: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) આજે ગુરુવારે શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયવિક્રમા (Sri Lankan crickter Praveen Jayawickrama) પર મેચ ફિક્સિંગ સંબંધિત ગેરરીતીનો આરોપ મુલાવામાં આવ્યો છે, જેને કારણે શ્રીલંકન ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. આ આરોપો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમજ લંકા પ્રીમિયર લીગની 2021 સીઝનમાં ત્રણ અલગ-અલગ કોડના ઉલંઘન સંબંધિત છે.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જયવિક્રમા પાસેથી જવાબ માંગ્યો છે અને તેના કારણે હવે તેની કારકિર્દી પર મોટો સવાલ ઉભો થઈ ગયો છે.

અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે શ્રીલંકન ટીમના ખેલાડી પ્રવીણ જયવિક્રમા પર 3 આરોપો લગાવ્યા છે. ICC એન્ટી કરપ્શન કોડ હેઠળ, જયવિક્રમાએ 14 દિવસની અંદર એટલે કે 20 ઓગસ્ટ સુધીમાં આ તમામ આરોપોનો જવાબ આપવાનો રહેશે.

ICCના એન્ટી કરપ્શન યુનીટે જયવિક્રમા પર આરોપ લગાવ્યો છે કે ફિક્સિંગને લઈને તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો તે માહિતી તેણે અમારી સાથે શેર કરી નથી. આ સિવાય પ્રવીણ પર એન્ટી કરપ્શન યુનીટની તપાસમાં અવરોધ ઉભો કરવાનો પણ આરોપ છે અને ત્યાર બાદ હવે ICCએ તેની સામે આ કાર્યવાહી કરી છે. ICC ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાની કલમ 2.4.4 હેઠળ તેમની સામે આ આરોપો લગાવવામાં આવ્યા છે.

પ્રવીણ જયવિક્રમાની અત્યાર સુધીની કારકિર્દી:
જો પ્રવીણ જયવિક્રમાના કરિયરની વાત કરીએ તો તે શ્રીલંકન ટીમ માટે અત્યાર સુધીમાં 5 ટેસ્ટ, 5 વનડે અને 5 ટી20 મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે ટેસ્ટમાં 25, વનડેમાં 5 અને ટી20માં 2 વિકેટ ઝડપી છે. પ્રવીણે એપ્રિલ 2021માં શ્રીલંકન ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2022 ની એશિયા કપ વિજેતા શ્રીલંકાની ટીમનો પણ સભ્ય હતો પરંતુ તે કોઈપણ મેચમાં પ્લેઇંગ-11 માં સામેલ થયો ન હતો. શ્રીલંકા માટે તેને છેલ્લી મેચ જૂન 2022માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button