આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ખાસ જાણી લો : ઘાટકોપરમાં વડાપ્રધાનના રોડ શોને લઈને આ રસ્તાઓ રહેશે બંધ….

મુંબઈ: Today Mumbai road closure advisory વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં રોડ-શો (PM Modi Ghatkopar Road Show) કરવાના છે અને વાહનચાલકો માટે ટ્રાફિક દુર્ઘટના અને અસુવિધા ટાળવા માટે, મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) લાલ બહાદુર શાસ્ત્રી પર અનેક સ્થળોએ માર્ગ બંધ કરવાની જાહેરાત કરતી સૂચના જારી કરી છે. જે થાણેથી સાયન સુધી લંબાય છે.

આ પણ વાંચો PM Narendra Modi કરશે મુંબઈમાં Road Show, એક જ મંચ પર આવશે Thackeray અને Modi…

ઘાટકોપરમાં નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ બપોરના 2 થી રાતના 10 વાગ્યા સુધી બંધ રહેશે. સાથે જ માહુલ ઘાટકોપર રોડ પર મેઘરાજ જંકશનથી લઈને આરબી કદમ જંકશન સુધી ઉત્તર દક્ષિણ બંને બાજુનું પરિવહન રાતના 10 વાગ્યા સુધી બંધ રહેશે. મુંબઈ ટ્રાફિક પોલીસે લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ અને તેને જોડનારી મુખ્ય સડકની 100 મીટરના અંતર સુધી નો પાર્કિંગના બોર્ડ લગાવી દીધા છે.

આ રસ્તાઓ પર બંધ રહેશે :
ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે
અંધેરી-કુર્લા રોડ
સાકી વિહાર રોડ
MIDC સેન્ટ્રલ રોડ
સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ (SCLR)
સાયન બાંદ્રા લિંક રોડ
જોગેશ્વરી વિક્રોલી લિંક રોડ (JVLR
)

આ રસ્તાઓ આવતીકાલે બપોરે 2 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશેઃ

ગાંધી નગર જંક્શનથી નૌપાડા જંક્શન સુધીના એલબીએસ રોડ પર
માહુલ-ઘાટકોપર રોડ પર મેઘરાજ જંક્શનથી આરબી કદમ જંક્શન સુધી
ઘાટકોપર જંક્શનથી સાકીનાકા જંક્શન સુધી અંધેરી ઘાટકોપર લિંક રોડથી
હિરાનંદાની કૈલાશ કૉમ્પ્લેક્સ રોડ ગોલીબાર મેદાનથી ગુલાટી પેટ્રોલ પંપ જંકશન
અને ઘાટકોપર મેટ્રો સ્ટેશન (વેસ્ટ) થી સર્વોદય જંક્શન તરફ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button