વડા પ્રધાન મોદીએ પીઠ થાબડી બ્રોન્ઝ વિજેતા ભારતીય હોકી ટીમની…
નવી દિલ્હી: સ્પેનને 2-1થી હરાવીને છેલ્લાં પચાસ વર્ષમાં પહેલી જ વખત ભારતીય હોકી ટીમે સતત બીજી વખત ઓલિમ્પિક્સમાં મેડલ પોતાને નામે કરી ઇતિહાસ રચ્યો છે ત્યારે દુનિયાભરમાંથી ભારતીય ટીમને વધામણા મળી રહ્યા છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય હોકી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી અને ટીમને અભિનંદન આપ્યા હતા.
ઓલિમ્પિકમાં આઠ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ગોલ્ડ મેડલ જીતી ચૂકેલી ભારતીય ટીમે ઓલિમ્પિક્સમાં સ્પેનને હરાવીને 13મો મેડલ જીત્યો હતો. વડા પ્રધાન મોદીએ ટીમને શુભેચ્છા સંદેશ પાઠવતા કહ્યું હતું કે આ એક એવી સિદ્ધી છે જે આવનારી પેઢીઓ યાદ રાખશે. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરતા કાંસ્ય પદક મેળવ્યું છે. આ પદક ખાસ છે ખાસ છે કારણ કે આ જીતવામાં આવેલું સતત બીજું પદક છે. તેમની સફળતા કૌૈશલ્ય, દૃઢતા અને ટીમ ભાવનાની જીત છે. તેમણે ખૂબ જ હિંમત અને સંયમ દાખવ્યો. ખેલાડીઓને ખૂબ શુભેચ્છા. હોકી સાથે ભારતીયોનું એક ભાવનાત્મક જોડાણ છે જોડાયેલી છે અને આ ઉપલબ્ધિ ભારતના યુવાનોમાં આ રમતને વધુ લોકપ્રિય બનાવશે.
ઉલ્લેખનીય છે કે ભારતના કેપ્ટન હરમનપ્રીત સિંહે 30મી અને 33મી મીનિટે ગોલ ફટકાર્યો હતો. જ્યારે 18મી મીનિટે માર્ક મિરાલસે સ્પેન તરફથી પેનલ્ટી સ્ટ્રોકનો ફાયદો ઉઠાવતા ગોલ કર્યો હતો. જોકે ત્યારબાદ સ્પેનને વધુ ગોલ કરવામાં ભારતનું ડિફેન્સ સફળ રહ્યું હતું અને શાનદાર પ્રદર્શન કરતા વધુ ગોલ કરવાનો સતત પ્રયત્ન કરી આક્રમક રમત ભારતે દાખવી હતી. જોકે છેલ્લે 2-1થી આ મેચ ભારત જીત્યું હતું.