પીએમ મોદી 14મી સપ્ટેમ્બરે આ બે રાજ્યની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 14મી સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યની મુલાકાત લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશમાં સવારે સવા અગિયાર વાગ્યે પેટ્રોકેમિકલ્સ રિફાઈનરીના વિસ્તરણનો શિલાન્યાસ કરશે. એની સાથે અન્ય રેલવે યોજનાઓનો પણ શિલાન્યાસ કરશે. પીએમ મોદી છત્તીસગઢના રાયગઢ જશે. ત્યાર પછી છત્તીસગઢમાં બપોરે ત્રણ વાગ્યે વિભિન્ન વિકાસલક્ષી યોજનાના લોકાર્પણ કરશે ત્યારબાદ બપોરે ચાર વાગ્યે રાયગઢમાં જનસભાને સંબોધશે.
મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. મધ્ય પ્રદેશમાં અત્યારે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની સરકાર છે અને મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને સૌથી મોટી ટક્કર આપશે, તેથી ભાજપ આ વર્ષે ચૂંટણીના પ્રચાર માટે કોઈ કસર બાકી રાખશે નહીં. ભાજપ માટે સૌથી મોટા પ્રચારક વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે, તેથી પીએમ મોદી ઘણી બધી રેલીમાં ચૂંટણીના પહેલા મધ્ય પ્રદેશમાં જોવા મળી શકે છે.
છત્તીસગઢમાં અત્યારે કોંગ્રેસ સત્તામાં છે અને ભૂપેશ બગેલ મુખ્ય પ્રધાન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં છત્તીસગઢની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપની વચ્ચે જોરદાર ટક્કર રહી છે. જોકે, કોંગ્રેસ અને ભાજપ દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા છે, પરંતુ ચૂંટણીના પરિણામો કંઈ કહી શકાય નહીં.