ટોપ ન્યૂઝમનોરંજન

પીએમ મોદીએ શોમેન Raj Kapoorને જન્મ જયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, કહી આ વાત

નવી દિલ્હી : ભારતીય સિનેમાના શોમેન તરીકે પ્રખ્યાત અભિનેતા રાજ કપૂરની(Raj Kapoor)આજે 14 ડિસેમ્બરના રોજ 100મી જન્મજયંતિ છે.આજે તેમની જન્મજયંતિ પર બધા તેમને યાદ કરી રહ્યા છે. દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે રાજ કપૂર માત્ર ફિલ્મમેકર જ ન હતા, તેમણે એમ્બેસેડરની ભૂમિકા પણ ભજવી હતી.

નાગરિકોની આકાંક્ષાઓ અને સંઘર્ષોને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા

પીએમ મોદીએ લખ્યું કે રાજ કપૂરનો સિનેમા પ્રત્યેનો જુસ્સો નાની ઉંમરથી શરૂ થઈ ગયો હતો અને તેમણે એક મહાન વાર્તાકાર તરીકે ઉભરવા માટે સખત મહેનત કરી હતી. તેમની ફિલ્મોમાં કલાત્મકતા, લાગણી અને સામાજિક ટિપ્પણીઓનું મિશ્રણ હતું. તેમણે સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ અને સંઘર્ષોને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યા.

કપૂર ફિલ્મ નિર્માતા સાથે એમ્બેસેડર હતા

પીએમે લખ્યું કે રાજ કપૂર માત્ર ફિલ્મ મેકર જ નહોતા, પરંતુ તેમણે એમ્બેસેડરની ભૂમિકા પણ ભજવી હતી. આ ભૂમિકા ભજવતી વખતે તેણે ભારતીય સિનેમાને આખી દુનિયામાં લઈ જવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે આજના ફિલ્મ નિર્માતાઓ તેમની પાસેથી ઘણું શીખી શકે છે, જે આવનારી પેઢીઓ યાદ રાખશે. હું ફરી એકવાર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને સર્જનાત્મક વિશ્વમાં તેમના યોગદાનને યાદ કરું છું.

આ પણ વાંચો…ફીર ભી રહેગી નિશાનીયાઃ કપૂર ખાનદાનનો નબીરો છતાં ક્લેપ બૉયથી શૉ મેનની સફર એકલા ખેડી

તેમના અભિનયને આખી દુનિયામાં પસંદ કરવામાં આવ્યું

રાજ કપૂરને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે આજે રાજ કપૂરના ગીતો અને તેમના પાત્રોને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે લોકો તેમના સ્વયંભૂ કામને યાદ કરે છે. તેમની ફિલ્મોના કેટલાક પાત્રો જેને લોકો ભૂલી શકતા નથી.

આ પણ વાંચો…Farmers Protest : ખેડૂતો આજે શંભુ બોર્ડરથી દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરશે, અંબાલામાં ઈન્ટરનેટ સેવા બંધ

વિશ્વભરના લોકોમાં ભારતને ‘સોફ્ટ પાવર’ તરીકે સ્થાપિત કર્યું

તાજેતરમાં જ કપૂર પરિવાર પીએમ મોદીને મળ્યો હતો. રાજ કપૂરની 100મી જન્મજયંતિ પર આયોજિત ફેસ્ટિવલમાં કપૂર પરિવારે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ રાજ કપૂરના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ કપૂર તેમના સમય કરતા ઘણા આગળ હતા. તેમણે તેમની વાર્તાઓ દ્વારા વિશ્વભરના લોકોમાં ભારતને ‘સોફ્ટ પાવર’ તરીકે સ્થાપિત કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button