ટોપ ન્યૂઝ

યુક્રેનથી પરત ફરતી વખતે 46 મિનિટ સુધી પાકિસ્તાનમાં રહ્યું PM Modiનું પ્લેન, ચર્ચાઓ શરૂ…

નવી દિલ્હી : પાકિસ્તાની મીડિયાના એક અહેવાલ અનુસાર પૉલેન્ડ અને યુક્રેનની યાત્રાથી પરત ફરતી વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું(PM Modi)વિમાન 46 મિનિટ સુધી પાકિસ્તાનના એર સ્પેસમાં રહ્યું હતું. જેના પગલે પાકિસ્તાની અધિકારીઓ તેને લઇને ચર્ચા શરૂ થઈ છે. પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો પીએમ મોદીએ ગુડવીલ મેસેજ આપ્યા વિના પાકિસ્તાનના એર સ્પેશનો ઉપયોગ કર્યો છે.

ગુડવીલ સંદેશ એક પરંપરા છે ફરજિયાત નથી

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાન એરસ્પેસમાંથી પસાર થતી વખતે વડાપ્રધાન મોદીએ ગુડવીલ સંદેશ આપવાની પરંપરાને પણ અવગણી હતી. તેમના આ નિર્ણયથી બંને પાડોશી દેશો વચ્ચેના વણસેલા સંબંધો અંગે ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જો કે, ઉડ્ડયન ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુડવીલ સંદેશ એક પરંપરા છે ફરજિયાત નથી.

પીએમ મોદીએ ઈસ્લામાબાદ અને લાહોર ઉપર ઉડાન ભરી હતી

પાકિસ્તાનના કેટલાક મીડિયા અહેવાલોએ સિવિલ એવિએશન ઓથોરિટીના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ભારતીય વિમાન ચિત્રાલથી પાકિસ્તાનમાં પ્રવેશ્યું હતું અને અમૃતસરમાં પ્રવેશતા પહેલા ઈસ્લામાબાદ અને લાહોર ઉપરથી ઉડાન ભરી હતી. ઉડ્ડયન ક્ષેત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની એરસ્પેસ ભારતીય વાણિજ્યિક એર ટ્રાફિક માટે ખુલ્લું હતું. વડાપ્રધાનના વિમાનને કોઈપણ દેશની ઉપરથી ઉડવા માટે વિશેષ સંમતિની જરૂર નથી અને તેને સંપૂર્ણ પરવાનગી મળે છે.

પાકિસ્તાને 2019થી ભારત માટે એરસ્પેસ બંધ કરી દીધી હતી

બાલાકોટમાં ભારતના હવાઈ હુમલા પછી, પાકિસ્તાને 26 ફેબ્રુઆરી, 2019 થી આંતરરાષ્ટ્રીય સરહદ અને એરસ્પેસના ઉલ્લંઘનનો આરોપ લગાવીને તેની એરસ્પેસ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. પાછળથી માર્ચમાં તેણે તેની એરસ્પેસ આંશિક રીતે ખોલી હતી. પરંતુ તેને ભારતીય ફ્લાઇટ્સ સુધી મર્યાદિત રાખી હતી. પાકિસ્તાને કાશ્મીર વિવાદ પર વધતા તણાવ વચ્ચે તે જ વર્ષે જર્મની માટે તેની એરસ્પેસનો ઉપયોગ કરવાની પીએમ મોદીની વિનંતીને ફગાવી દીધી હતી. બે વર્ષ બાદ પાકિસ્તાને ભારતીય વડાપ્રધાનની નોન-સ્ટોપ ફ્લાઈટને તેની એરસ્પેસ મારફતે અમેરિકા જવાની મંજૂરી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button