ટોપ ન્યૂઝનેશનલ

આગામી પાંચ-છ વર્ષમાં ભારતમાં ઊર્જા ક્ષેત્રે 67 અબજ ડોલરનું રોકાણ થશે: PM મોદી

ગોવા: ગોવામાં ઈન્ડિયા એનર્જી વીકની બીજી આવૃત્તિનું (India Energy Week 2024 Goa) ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર 7.5 ટકાથી વધુ વૃદ્ધિ પામી રહ્યું છે અને દેશ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

PM મોદીએ કહ્યું કે વૈશ્વિક કંપનીઓને ભારતના ઊર્જા ક્ષેત્રના (Energy Sector in India) વિકાસનો હિસ્સો બનવા આમંત્રણ આપતાં જણાવ્યું હતું કે દેશની પોતાની રિફાઇનિંગ ક્ષમતા 2030 સુધીમાં વાર્ષિક 254 મિલિયન ટનથી વધીને 450 મિલિયન ટન થવાની આશા છે. દેશમાં વિવિધ એનેર્જી રિસોર્સિસમાં ગેસના હિસ્સાને વધારવાના ઉદ્દેશ્ય સાથે આગામી પાંચથી છ વર્ષમાં આ ક્ષેત્રમાં 67 અબજ યુએસ ડોલરનું રોકાણ થશે. (investment in energy sector)

PM મોદીએ કહ્યું હતું કે ભારત ક્રૂડ ઓઈલ અને LPGનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે અને એLNGનો ચોથો સૌથી મોટો ઇમ્પોર્ટર છે. વૈશ્વિક સમસ્યાઓના સામનોમાં દેશની એનર્જી મેનેજમેંટ સ્ટ્રેટેજીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે છેલ્લા બે વર્ષમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે.

મોદીએ કહ્યું કે સરકારના સુધારા સ્થાનિક નેચરલ ગેસના ઉત્પાદનને વધારવામાં મદદ કરી રહ્યા છે. ભારત 2030 સુધીમાં તેના ઉર્જા મિશ્રણમાં ગેસનો હિસ્સો વધારીને 15 ટકા કરવાનો ટાર્ગેટ ધરાવે છે. પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણ અંગે તેમણે કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં તે 1.5 ટકાથી વધીને 12 ટકા થઈ ગયું છે. 2025 સુધીમાં તે વધીને 20 ટકા થઈ જશે.

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક ઉત્સર્જનમાં (global emissions) ભારતનો હિસ્સો માત્ર ચાર ટકા છે અને 2070 સુધીમાં ‘નેટ ઝીરો’ હાંસલ કરવાનો ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો છે. ‘નેટ શૂન્ય’ નો અર્થ એ છે કે દેશ વાતાવરણમાં જેટલા કાર્બન આધારિત ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન કરી રહ્યો છે તેટલા કાર્બન આધારિત ગ્રીનહાઉસ વાયુઓને શોષી રહ્યો છે અને દૂર કરી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે એક કરોડ ઘરો પર ‘સોલર રૂફટોપ’ સ્થાપિત કરવાની તાજેતરમાં જાહેર કરાયેલી યોજનામાંથી ઉત્પન્ન થતી વધારાની વીજળીને ગ્રીડ સાથે જોડવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ