ટોપ ન્યૂઝનેશનલ

ચીન-પાકિસ્તાન ચિંતા વધશે: વડા પ્રધાન મોદી આજે કાશ્મીરમાં આ ટનલનું ઉદ્ઘાટન કરશે, જાણો ખાસિયત…

શ્રીનગર: કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર સતત જોર (Jammu and Kashmir) આપી રહી છે, ખાસ કરીને ચીન અને પકિસ્તાન સાથે જોડાયેલી સરહદો સુધી પહોંચવામાં માર્ગોનો ઝડપથી વિકાસ કરવામાં આવી રહ્યો છે. આજથી જમ્મુ અને કાશ્મીરના ગાંડાબલથી લેહ સુધીની મુસાફરી ઘણી સરળ થઇ જશે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે ઝેડ-મોડ ટનલનું ઉદ્ઘાટન (PM Modi to inaugurate Z-morh Tunnel) કરશે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા પણ તેમની સાથે હાજર રહેશે. આ ટનલને ગેમ ચેન્જર માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં ઉંચા વિસ્તારોમાં બરફવર્ષાઃ કોલ્ડવેવની કરાઇ આગાહી

ઓમર અબ્દુલ્લાએ નિરીક્ષણ કર્યું:

જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ શનિવારે સોનમર્ગમાં ટનલના ઉદ્ઘાટનની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને ટનલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર ટનલના ફોટો પોસ્ટ કર્યા હતાં.

મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે તેઓ વડા પ્રધાન મોદીનું ખુલ્લા દિલથી સ્વાગત કરશે અને ઝોજીલા ટનલ પણ જલ્દી બને તે માટે બનતા પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે સોનમર્ગને ગુલમર્ગની જેમ વિકસાવવામાં આવે અને તે કાશ્મીરમાં બીજું સ્કીઇંગ ડેસ્ટિનેશન બની શકે છે. સ્થાનિક રહેવાસીઓને હવે શિયાળામાં આ સ્થળ છોડવાની જરૂર રહેશે નહીં અને શ્રીનગરથી કારગિલ સુધીની મુસાફરીનો સમય પણ ઓછો થશે.

સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી:

વડા પ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ કાશ્મીર ખીણમાં સુરક્ષા વધારી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી ચોકીઓ બનાવવામાં આવી છે. આવતા જતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીની સુરક્ષા ટીમે ઉદ્ઘાટન સ્થળનો હવાલો સંભાળી લીધો છે. સંવેદનશીલ સ્થળોએ શાર્પશૂટર્સ તૈનાત કરવામાં આવ્યા છે અને ડ્રોન દ્વારા એરિયલ અને ટેકનિકલ દેખરેખ રાખવામાં આવી રહી છે.

Z-Morh ટનલની ખાસિયત:

સોનમર્ગ અને ગગનગીરને જોડતી આ ટનલ 8,650 ફૂટની ઊંચાઈ પર આવેલી છે.માહિતી માહિતી અનુસાર Z-Morh ટનલ 6.5 કિલોમીટર લાંબી છે. આ ટનલને 2700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. એક અહેવાલ મુજબ આ ટનલમાં એક સમયે 11 હજાર વાહનો ચાલી શકે છે.

ટનલ કાર્યરત થવાથી મુસાફરોનો સમય બચશે, સાથે મુસાફરી સરળ અને સલામત મુસાફરી પણ બનશે. આ ટનલમાં ઈમરજન્સી પરિસ્થિતિઓ માટે 7.5 મીટર પહોળો સમાંતર માર્ગ છે. આ ટનલ આખા વર્ષ દરમિયાન લદ્દાખને જોડશે. દેશની સંરક્ષણ સુવિધા અને પ્રાદેશિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : ભારત બાંગ્લાદેશ સરહદ પર તણાવ વધ્યો, Bangladesh એ ભારતીય રાજદુતને સમન્સ પાઠવ્યા…

ટનલના મુખ્ય ફાયદા:

આ વિસ્તારમાં પર્યટન અને સથાનિક વ્યવસાયને વેગ આપવામાં મદદ થશે.

સોનમર્ગ ટનલ ગગનગીરથી સોનમર્ગ સુધી અવિરત પરિવહન થઇ શકશે
નેશનલ હાઈવે-1 પર મુસાફરીનું અંતર 49 કિમીથી ઘટીને 43 કિમી થશે.
વાહનોની ગતિ 30 કિમી/કલાકથી વધીને 70 કિમી/કલાક થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button