ટોપ ન્યૂઝનેશનલ

અયોઘ્યા મુદ્દે પીએમ મોદીએ કેબિનેટનાં તમામ પ્રધાનોને આપી મોટી સલાહ

નવી દિલ્હી: અયોધ્યામાં 500 વર્ષની લાંબી લડાઈ બાદ રામ મંદિર બનાવવાનું સપનું સાકાર થયું છે. જે બાદ આજે બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીઓને રામ મંદિરને લઈને સવાલ પૂછ્યો હતો (Modi Cabinet Meeting). PM મોદીએ પોતાના મંત્રીઓને પૂછ્યું હતું કે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને લઈને લોકોમાં શું સંદેશ છે? આ પ્રશ્નના જવાબમાં દરેક મંત્રીઓએ પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહે કેબિનેટ બેઠકમાં મંદિર ઉદ્ઘાટનને લઈને PM પ્રત્યે ધન્યવાદ પ્રસ્તાવનું વાંચન કર્યું હતું.

આ વેળાએ દરેક મંત્રીઓએ પોતાની બેઠક પરથી ઊભા રહીને તાળીઓ સાથે તેમનું સમર્થન કર્યું હતું. કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાના નિર્ણયને લઈને પણ કેન્દ્રિય મંત્રીઓએ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ તમામ કેબિનેટ મંત્રીઓને સલાહ આપતા કહ્યું કે ભીડને કારણે ફેબ્રુઆરીમાં રામલલાના દર્શન માટે અયોધ્યા જવાનું ટાળો, જેથી પ્રોટોકોલના કારણે સામાન્ય ભક્તોને દર્શનમાં કોઈ મુશ્કેલી ન પડે. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં તમામ મંત્રીઓ રામ મંદિરની મુલાકાત લેશે.

અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી રેલી આવતીકાલે યુપીના બુલંદશહેરમાં યોજાશે. PM મોદી બપોરે 2:45 વાગ્યે બુલંદશહરમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન કલ્યાણ સિંહના વારસાનો ઉલ્લેખ કરવાની સાથે રામમંદિર આંદોલનમાં તેમની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવશે.

આપને જાણવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં રામ ભક્તોનું ઘોડાપૂરજોવા મળ્યું હતું. સોમવારે મધરાતથી જ રામ ભક્તો દર્શન માટે ઉમટવા લાગ્યા હતા. મંગળવારે પાંચ લાખથી વધુ ભક્તોએ ભગવાન રામના બાળ સ્વરૂપના દર્શન કર્યા હતા.

ભક્તોની ભારે ભીડને જોતા ઘણી વખત ભીડ કાબૂ બહાર જતી હોય તેવું લાગતું હતું, પરંતુ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને લોકોને કતારોમાં ઉભા કરી ભગવાન રામના દર્શન કરવા દીધા હતા.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker