ટોપ ન્યૂઝનેશનલ

બંધારણમાં સંશોધનની અટકળો વિશે પીએમ મોદીએ આપ્યું આ મોટું નિવેદન..

દેશના બંધારણમાં સંશોધનને લઇને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પીએમ મોદીએ આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે બંધારણમાં સંશોધનને લગતી કોઇપણ વાત નિરર્થક છે, સરકારે લીધેલા પરિવર્તનકારી પગલા તથા જનભાગીદારીને કારણે એવું કરવાની જરૂર જ નથી પડી. આગામી વર્ષોમાં દેશ આગળ વધવા માટે તૈયાર છે. હું આશ્વસ્ત છું કે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પણ અમારી જ જીત થશે. હું ઇચ્છું છું કે હવે તેનું આયોજન ઝડપી બને અને જીત સુનિશ્ચિત કરવા માટે કયો પક્ષ શ્રેષ્ઠ છે તે જાણું છું.

પીએમ મોદીએ પોતાના ઇન્ટરવ્યુમાં સરકારી નીતિઓને પગલે સામાન્ય માણસની જીંદગીમાં કેવો ફેરફાર આવ્યો છે તે જણાવતા કહ્યું હતું કે લોકોની આકાંક્ષાઓમાં પરિવર્તન આવ્યું છે. અત્યારના લોકોની આકાંક્ષાઓ અને 10 વર્ષ પહેલા લોકોની આકાંક્ષાઓમાં મોટો ફેરફાર આવ્યો છે. પીએમ મોદીએ આ ટિપ્પણી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીતના સંદર્ભમાં કરી હતી.


જો આ વખતે પીએમ મોદી લોકસભા ચૂંટણી ત્રીજીવાર જીતી જાય છે તો તેમના સમર્થકો એ વાતની પુષ્ટિ કરશે કે તેમણે લાખો લોકોના જીવનમાં સુધારો કરીને ભારતની અર્થવ્યવસ્થા વિશે વૈશ્વિક પ્રતિષ્ઠા ઉભી કરી છે, અને મોટાભાગના લોકોએ હિંદુ ધર્મને જાહેર જીવનના કેન્દ્રમાં રાખ્યો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષે ‘INDIA’ ગઠબંધનની રચના કરી છે, જે દેશના સ્થાપક પિતાઓના બિનસાંપ્રદાયિક સિદ્ધાંતો પરના હુમલાઓ છતાં ‘લોકશાહી અને બંધારણની રક્ષા’ કરવાનું વચન આપે છે.


તેના પર મોદીએ કહ્યું કે ભાજપના ટીકાકારોને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. જો કે આ દાવાઓ માત્ર ભારતીય લોકોની બુદ્ધિમત્તાનું જ અપમાન નથી કરતા, પરંતુ વિવિધતા અને લોકશાહી જેવા મૂલ્યો પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતાને પણ નબળી પાડે છે. તેવું પીએમ મોદીએ જણાવ્યું હતું.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યુમાં ભારતની વિદેશ નીતિના અભિગમની વિગતવાર માહિતી આપી, તેને ‘મિક્સ-એન્ડ-મેચ ડિપ્લોમસી’ ગણાવીને રાષ્ટ્રીય હિતો સાથે જોડાયેલા વ્યવહારિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે અને એકબીજા પર નિર્ભર પણ છે.’


મોદીએ કહ્યું હતું કે, “વિદેશી બાબતોમાં અમારો સૌથી મહત્વપૂર્ણ માર્ગદર્શક સિદ્ધાંત આપણું રાષ્ટ્રીય હિત છે. આ વલણ અમને એવા વિવિધ દેશો કે જેઓ પરસ્પર હિતોનો આદર કરતા હોય અને સમકાલીન ભૌગોલિક રાજનીતિની જટિલતાઓને સ્વીકારતા હોય તેવા દેશો સાથે જોડાવા માટે સક્ષમ બનાવે છે.” તેવું પીએમ મોદીએ ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button