પીએમ મોદીનો પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ, કહ્યું ના સિંધુનું પાણી મળશે ન તો પરમાણુ ધમકીથી ડરીશું

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 79માં સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ સંબોધન દરમિયાન ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમારા વીર જવાનોએ દુશ્મનને કલ્પનાથી પણ વધારે નુકસાન પહોંચાડ્યું હતું.તેમજ તેમણે પાકિસ્તાનને કડક સંદેશ પણ આપ્યો હતો.
સેનાએ દશકો સુધી ના ભૂલી શકાય તેવું પરાક્રમ કર્યું
પીએમ મોદીએ કહ્યું કે, જે રીતે પહલગામ લોકોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા. સમગ્ર હિન્દુસ્તાન આક્રોશમાં હતું. તેમજ ઓપરેશન સિંદૂર આ જ આક્રોશની અભિવ્યક્તિ હતી. આપણી સેનાએ દશકો સુધી ના ભૂલી શકાય તેવું પરાક્રમ કર્યું છે. તેમણે દુશ્મનની ભૂમિમાં અનેક કિલોમીટર અંદર ઘૂસીને આતંકીઓને કેમ્પોને નેસ્ત નાબૂદ કર્યા હતા. પાકિસ્તાનની ઉંઘ ઉડી છે. તેમજ આજે પણ હજુ નવા ખુલાસા થઇ રહ્યા છે.
તમામ લોકો માનવતાના દુશ્મન
પીએમ મોદીએ કહ્યું કે, ભારતે નક્કી કરી લીધું કે લોહી અને પાણી સાથે નહિ વહે. દેશવાસીઓને એ ખબર પડી છે કે સિંધુ સમજૂતી કેટલી અન્યાયી હતી. દેશની નદીઓનું પાણી દુશ્મનની ધરતીને સિંચી રહી છે અને અમારા ખેડૂતો પાણી
માટે તરસી રહ્યા છે. તેમજ હવે આતંકીઓ અને આતંકીઓ સંરક્ષણ આપનારાને અલગ અલગ નથી માનતા. આ તમામ લોકો માનવતાના દુશ્મન છે.
લોહી ને પાણી એક સાથે નહિ વહે
આ ઉપરાંત પીએમ મોદી પાકિસ્તાનના સેના વડા અસીમ મુનીરને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારતને નક્કી કર્યું છે પરમાણુ ધમકીઓ સહન નહિ કરીએ. પરમાણુ બ્લેકમેલ હવે સહન નહિ થાય. તેમજ આ માટે સેનાએ નક્કી કરેલી શરતો મુજબ તેનો જવાબ આપવામાં આવશે. ભારતે નક્કી કર્યું છે કે લોહી ને પાણી એક સાથે નહિ વહે.
ભારત તેની સુરક્ષા અને ખેડૂતોના હિત સાથે કોઇ બાંધછોડ નહી કરે
પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે ન તો સિંધુ જળ સમજૂતીના વર્તમાન સ્વરૂપને સ્વીકાર કરશે અને ન તો પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીરની પરમાણુ ધમકીઓને સહન કરશે. તેમણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારતીય સેનાએ આતંકીઓ અને તેમના સમર્થકોને જડબાતોડ જવાબ આપ્યો હતો.તેમજ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત તેની સુરક્ષા અને ખેડૂતોના હિત સાથે કોઇ બાંધછોડ નહી કરે.
આપણ વાંચો: મોદીનું આવતા મહિને જીવનજરૂરી ચીજોના ભાવ ઘટાડવા એલાન, જાણો શું છે બ્લુપ્રિન્ટ ?