અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશઃ શૉપિંગ મૉલ પર પડતા જાનહાનિ વધી
વૉશિંગ્ટનઃ અમેરિકાથી ફરી એક પ્લેનક્રેશના અહેવાલો આવી રહ્યા છે. ફિલાડેલ્ફિયામાં થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની માહિતી સામે આવી છે. થોડા દિવસો પહેલા વોશિંગ્ટન ડીસીના પેન્સિલવેનિયામાં પ્લેન ક્રેશ જોવા મળ્યું હતું. આ અકસ્માતમાં 67 લોકોના મોતની ઘટના હજુ તાજી જ છે ત્યાં હવે ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ થયું છે. મીડિયા અહેવાલો અનુસાર પ્લેન ક્રેશ અંગે મળતી માહિતી અનુસાર નાના પ્લેનમાં બે લોકો સવાર હતા, પરંતુ પ્લેન એક શોપિંગ મોલ પાસે ક્રેશ થયું અને મકાનો અને ઈમારતોની ઉપર પડી ગયું, જેથી જાનહાનિ વધારે થઈ છે.
મીડિયા અહેવાલો અનુસાર પ્લેન ક્રેશ અંગે મળતી માહિતી અનુસાર નાના પ્લેનમાં બે લોકો સવાર હતા, પરંતુ પ્લેન એક શોપિંગ મોલ પાસે ક્રેશ થયું અને મકાનો અને ઈમારતોની ઉપર પડી ગયું, જેથી જાનહાનિ વધારે થઈ છે. ફિલાડેલ્ફિયા ઑફિસ ઑફ ઈમરજન્સી મેનેજમેન્ટે સોશિયલ મીડિયા પરમાત્ર પ્લેનક્રેશની ઘટના બન્યાનું જ જણાવ્યું છે. જો કે સ્થાનિક એજન્સી દ્વારા અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી આ ઘટનાથી સંબંધિત વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પ્લેન કેટલાય ઘરો સાથે અથડાયું, જેના કારણે આ દુર્ઘટના થઈ. આ ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનું શરૂ કર્યું હતું.
Also read:‘હવાઈ મુસાફરી’ બની જીવલેણઃ સાત વર્ષમાં 1,400થી વધુ પ્રવાસીનાં મોત
વિમાને એરપોર્ટ પરથી સાંજે લગભગ 6.06 કલાકે ટેક ઑફ કર્યું હતું. પ્લેન 1600 ફૂટની ઉંચાઈએ પહોંચ્યા પછી લગભગ 30 સેકન્ડ બાદ રડારથી ગાયબ થઈ ગયું હતું. ઉત્તરપૂર્વ ફિલાડેલ્ફિયા એરપોર્ટથી લગભગ 4.8 કિલોમીટર દૂર ક્રેશ થયાની પ્રાથમિક માહિતી મળી છે. અત્યાર સુધીમાં છ જણના મોતની બિનસત્તાવાર માહિતી મીડિયા અહેવાલો દ્વારા મળી છે.