નવી દિલ્હીઃ પેટીએમ એપ યુઝ કરનારા યુઝર્સ 15 માર્ચ અગાઉ પોતાના એકાઉન્ટને અન્ય બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરી લે, જેથી તેમને 15 માર્ચ પછી પેમેન્ટને લઇને કોઇ સમસ્યાનો સામનો કરવો પડે નહીં, એમ પેટીએમ યુઝર્સને ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે અપીલ કરી હતી.
લગભગ 80-85 ટકા પેટીએમ વોલેટ વપરાશકર્તાઓને નિયમનકારી પગલાંને કારણે કોઈ વિક્ષેપનો સામનો કરવો પડશે નહીં, અને બાકીના વપરાશકર્તાઓને તેમની એપ્લિકેશનને અન્ય બેંકો સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે, એમ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું.
બુધવારે શક્તિકાંત દાસે કહ્યું હતું કે 80-85 ટકા પેટીએમ વોલેટ યુઝર્સને નિયમનકારી પગલાના કારણે કોઇ સમસ્યાનો સામનો કરવો પડશે નહી અને અન્ય યુઝર્સ પોતાની એપને અન્ય બેન્ક એકાઉન્ટ્સ સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.
નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કે 31 જાન્યુઆરીએ રોજ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક લિમિટેડને કોઈપણ ગ્રાહક ખાતામાં જમા રકમ, ક્રેડિટ ટ્રાજેક્શન અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સાથે જોડાયેલ વોલેટને અન્ય બેન્કો સાથે લિંક કરવાની સમયમર્યાદા 15 માર્ચ નક્કી કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે 15 માર્ચ સુધી આપવામાં આવેલો સમય પૂરતો છે અને તેને વધારવાની કોઈ જરૂર નથી તેમણે ઉમેર્યું હતું કે 80-85 ટકા પેટીએમ વોલેટ અન્ય બેન્કો સાથે જોડાયેલા છે અને બાકીના 15 ટકાને અન્ય બેન્કોમાં જવાની સલાહ આપવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે આરબીઆઈએ પગલા એક નિયમનકારી એન્ટિટી સામે પગલાં લીધા છે કોઇ ફિનટેક કંપનીઓ વિરુદ્ધ લીધા નથી. દાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે આરબીઆઈ નાણાકીય ટેક્નોલોજી ક્ષેત્રમાં ઇનોવેશનની તરફેણ કરે છે અને નવા ટુલ્સના ટેસ્ટિંગ માટે સેન્ડબોક્સ પણ રજૂ કર્યું છે. આરબીઆઈ ફિનટેકને સંપૂર્ણ સમર્થન આપે છે. આરબીઆઇ ફિનટેકના વિકાસ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
Taboola Feed