ટોપ ન્યૂઝનેશનલ

Parliament special session: આજથી સંસદના વિશેષ સત્રનો પ્રારંભ: આ બિલો પર થશે ચર્ચા

નવી દિલ્હી: આજથી સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રનો પ્રારંભ થનાર છે. સંસદના પહેલાં દિવસની કાર્યવાહી જૂના સંસદ ભવનમાં જ થશે. જ્યારે બીજા દિવસથી સંસદનું સત્ર નવા સંસદ ભવનમાં થશે. સરકાર દ્વારા આ ખાસ સત્ર માટે વિશેષ તૈયાઓ કરવામાં આવી છે. પાંચ દિવસીય આ વિશેષ સત્રના પહેલાં દિવસે સંસદની 75 વર્ષની યાત્રા પર ચર્ચા થશે. પ્રાપ્ત વિગતો અનુસાર સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રનો આજથી પ્રારંભ થશે. આ પાંચ દિવસ દરમીયાન વિવિધ બિલ અને મુદ્દાઓ પર ચર્ચા થનાર છે. ઉલ્લેખનીય છે કે આ સત્રની જાહેરાત બાદ જ ઘણાં વિવાદો ઊભા થયા હતાં. વિપક્ષો દ્વારા આ સત્રનો વિરોધ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. જો કે આજથી આ સત્રની શેડ્યુલ મૂજબ જ શરુ થશે.

આ પાંચ દિવસના વિશેષ સત્રના પહેલાં દિવસે સંસદની 75 વર્ષની યાત્રા પર ચર્ચા કરવામાં આવનાર છે. સંસદના બુલેટીન મુજબ પહેલાં દિવસે 75 વર્ષની સંસદની સિદ્ધીઓ, અનુભાવ, યાદો અને તેમાંથી મળેલ શિક્ષા અંગે ચર્ચા થશે. ઉપરાંત પાંચ દિવસના આ સત્રમાં પોસ્ટ ઓફિસ બિલ, મુખ્ય ચૂંટણી કમીશનર તથા અન્ય ચૂંટણી કમીશનરવી નિમણૂંક સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. ઉપરાંત સંશોધન બિલ 2023 અને પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પિરિયોડિકલ્સ બિલ પણ રજૂ કરવામાં આવશે.


કહેવાઇ રહ્યું છે કે પાંચ દિવસ સુધી ચલાનારા આ સત્રમાંથી સરકાર માત્ર ત્રણ જ દિવસ બિલ રજૂ કરવામાં આવશે. આ વિશેષ સત્ર માટે ભાજપે પહેલાં જ તેના લોકસભા અને રાજ્યસભાના સાંસદોને વ્હિપ આપ્યું છે.


અત્રે ઉલ્લેખનીય છે કે સંસદના વિશેષ સત્રને લઇને સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં મહિલા અનામત બિલ પાસ કરવા પર જોર આપવામાં આવ્યો હતો. ઉપરાંત સંસદીય કાર્ય પ્રધાન પ્રલ્હાદ જોશીએ સર્વપક્ષીય બેઠક અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, બેઠકમાં બધા જ પક્ષો અલગ અલગ માંગણીઓ કરી હતી જો કે મહિલા અનામતને લઇને કોઇ પણ નિર્ણય લેવાયો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button