
આજે 9 જૂને રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં નરેન્દ્ર મોદીએ (Narendra Modi) સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી બીજા વડાપ્રધાન છે કે જેમણે સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હોય.
વડાપ્રધાન મોદીની સાથે જ રાજનાથ સિંહ, અમિત શાહ, જે. પી. નડ્ડા, નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ, નિર્મલા સીતારમણ, એસ. જયશંકર, ધર્મેન્દ્ર પ્રધાન, પિયુષ ગોયલ, સહિતના નેતાઓએ કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ લીધા હતા.
વડાપ્રધાનના શપથવિધિ કાર્યક્રમમાં સાત દેશના રાષ્ટ્રાધ્યક્ષો સહિત બોલિવૂડના ફિલ્મી સિતારાઓએ પણ હાજરી આપી હતી. અક્ષય કુમાર, વિક્રાંત મેસ્સી, શાહરુખ ખાન, રાજકુમાર હીરાણી ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ દેશના પ્રમુખ ઉધ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પણ હાજર રહ્યા હતા.
શપથ લેનાર અન્ય મંત્રીઓ
મનોહરલાલ ખટ્ટર ,
એચ. ડી. કુમારસ્વામી
જિતનરામ માંઝી
રાજીવ રંજન સિંઘ
સર્વાનંદ સોનોવાલ
ડૉ. વિરેન્દ્રકુમાર
કિંજરાપૂ રામમોહન નાયડુ
પ્રહલાદ જોશી
જુએલ ઓરામ
ગિરિરાજસિંહ
અશ્વિની વૈષ્ણવ
જ્યોતિરાદિત્ય સિંધિયા
ભૂપેન્દ્ર યાદવ
ન્યૂઝને અપડેટ કરવામાં આવી રહ્યા છે. પેજને રિફ્રેશ કરતાં રહો.
જે હોય તે પણ આવા સમારંભો સાદગી થી પરૂં કરવા જોઈએ અને મોદી સાહેબે તેમની જીભ પાર લગામ રાખી આધ્યાત્મિક દેખાડા કરવાના બંધ કરી દેશ માં રહી પ્રજાની હાડમારી ના પ્રસ્નો ઉપર ધ્યાન એવું જોઈએ