ભારતના ઝડપથી વિકસતા લોજિસ્ટિક્સ ઉદ્યોગને વેગ આપવા મુંબઈમાં લોજીમેટ ઈન્ડિયા રોડ શોનું આયોજન
મુંબઈ, 10 જાન્યુઆરી, 2024: દેશની આર્થિક રાજધાની મુંબઈ ખાતે લોજિસ્ટિક્સ ઉદ્યોગને વેગ અને નવા આયામો આપવા માટે 9 જાન્યુઆરી, 2024 ના રોજ પાર્લે ઈન્ટરનેશનલ, મુંબઈ ખાતે લોજીમેટ ઈન્ડિયા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની સૌથી મોટી લોજીસ્ટિકસ પ્રદર્શની લોજીમેટ ઇન્ડિયા સાથે મુંબઈના વેપાર જગતને જોડવા માટે આ રોડ શો વિશ્વની પ્રખ્યાત એક્ઝિબિશન કંપની મેસ્સે સ્ટુટગાર્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. ભારતીય લોજીસ્ટીક્સ ક્ષેત્રના વિકાસને નવી ઊંચાઈ સુધી લઈ જવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વની સૌથી મોટી ઈન્ટ્રાલોજિસ્ટિક્સ પ્રદર્શનનીઓ અને વેપાર મેળાઓમાંની એક ગણાતી લોજીમેટ ઇન્ડિયા પ્રદર્શનની આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય લોજિસ્ટિક્સના પરિદૃષ્યમાં મુંબઈ મહત્વની ભૂમિકા છે. અહીંનું બંદર દેશના કન્ટેનર ટ્રાફિકના 65% થી વધુનું સંચાલન કરે છે, તેની પાસે સારી રીતે વિકસિત રોડ નેટવર્ક છે અને મજબૂત રેલ કનેક્ટિવિટી મુંબઈને દેશની લોજિસ્ટિક્સ કેપિટલ બનાવે છે. જો કે, કોસ્ટ ઓપ્ટિમાઈઝેશન અને ટેકનોલોજી ઈનોવેશન જેવા પડકારો હજુ પણ ઉભા છે ત્યારે લોજીમેટ ઈન્ડિયા દ્વારા વિશ્વના સૌથી મોટા સોલ્યુશન પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.
28મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ 2024 સુધી, લોજીમેટ ઈન્ડિયા IEML, દિલ્હી NCR ખાતે દેશનું સૌથી મોટું લોજિસ્ટિક્સ પ્રદર્શન બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તે ઉદ્યોગ નિષ્ણાતો, ટેક્નોલોજી લીડર્સ અને નવીન ઉકેલોનું મહત્વનું કેન્દ્ર બનવા માટે તૈયાર છે.
મુંબઈ રોડ શો, લોજીમેટ ઇન્ડિયા 2024ની પ્રસ્તાવનામાં,
ઉદ્યોગ જગતના દિગ્ગજો, જેમાં જંગહીનરિચ સહિત ઉદ્યોગના દિગ્ગજ લોકો જોડાશે, જે મટિરિયલ હેન્ડલિંગ સોલ્યુશન્સ પ્રદર્શિત કર્યું હતું, સિસ્ટમ લોજિસ્ટિક્સ, નવીન વેરહાઉસ ઓટોમેશન માટે પ્રખ્યાત એડવર્બ, રોબોટિક ઓટોમેશનમાં અગ્રણી નીલકમલ લિમિટેડ, સ્ટોરેજ સોલ્યુશન્સમાં અગ્રણી એટીસી ગ્લોબલ લોજિસ્ટિક્સ, એન્ડ- ટુ- એન્ડ લોજિસ્ટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરનાર રોજર્સ સપ્લાય ચેઇન સોલ્યુશન્સમાં મુખ્ય ખેલાડી અને કોગ્નેક્સ ઈન્ડિયા, વિઝન ટેક્નોલોજીમાં અગ્રણી લોજીમેટ ઈન્ડિયા 2024 મુંબઈ રોડશોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિષ્ઠિત લાઇન- અપ અત્યાધુનિક લોજિસ્ટિક્સ સોલ્યુશન્સમાં આંતરદૃષ્ટિનું વચન આપે છે, લોજીમેટ ઇન્ડિયા માટે સક્ષમ પ્લેટફોર્મ બનાવે છે.
લોજીમેટ ઈન્ડિયાને ઈન્વેસ્ટ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા, એરકાર્ગો એસોસિએશન ઓફ ઈન્ડિયા, એસોસિયેશન ઓફ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ ઓફ ઈન્ડિયા, ફ્રેઈટ ફોરવર્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને નોલેજ પાર્ટનર્સ ગતિ શક્તિ યુનિવર્સિટી (ભારત સરકાર), JLL અને યુરો એશિયા કન્સલ્ટિંગ ઇન્ટરનેશનલ સહિતના પ્રતિષ્ઠિત ભાગીદારો દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે.