ટોપ ન્યૂઝનેશનલ

‘એક દેશ, એક ચૂંટણી’ને વિપક્ષ રોકી શકે, જાણો લોકસભા-રાજ્યસભાનું ગણિત?

પાટીલ, ગડકરી સહિતના 20 સાંસદો બિલની રજૂઆત વખતે ગેરહાજર રહ્યા હતા

નવી દિલ્હીઃ એક દેશ એક ચૂંટણી બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. હવે તેને સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવામાં આવશે. જેપીસીની ભલામણ બાદ કેન્દ્ર સરકારનો આગામી પડકાર તેને સંસદમાં પાસ કરાવવાનો હશે. સંસદના બંને ગૃહોમાં આ બિલને પાસ કરાવવા માટે બહુમતની જરૂર પડશે. કલમ 368 (2) અંતર્ગત બંધારણ માટે વિશેષ બહુમતમની જરૂર પડે છે. એનો અર્થ છે કે હવે બંને ગૃહમાં ઉપસ્થિત અને મતદાન કરનારા સભ્યોના બે તૃતિયાંથ બહુમત દ્વારા આ બિલને મંજૂરી આપવી પડશે.

આ પણ વાંચો : Baba Ambedkar પર વિપક્ષના હંગામા બાદ પીએમ મોદીએ કોંગ્રેસને આપ્યો સણસણતો જવાબ

લોકસભામાં શું છે સ્થિતિ?

લોકસભામાં એનડીપીસાસે બે તૃતિયાંશ બુહમત નથી. એનડીએ પાસે સામાન્ય બહુમત ચોક્કસથી છે. લોકસભામાં જો 543 સાંસદ આ બિલ પર વોટિંગમાં સામેલ થાય તો બિલ પાસ કરાવવા માટે સરકારને 362 વોટની જરૂર પડે. જોકે, હાલ ભાજપના લોકસભામાં 240 સાંસદ છે, જો એનડીએની વાત કરવામાં આવે તો સાંસદોની સંખ્યા 293 છે. આમ લોકસભામાં મોદી સરકારને 69 સાંસદની કમી પડતી જોવા મળી રહી છે.

જોકે કેન્દ્ર સરકાર માટે રાહતની વાત એ છે કે ગઠબંધનની કેટલીક પાર્ટીએ ‘વન નેશન વન ઈલેકશન’ માટે સમર્થન આપ્યું છે. તેમાં જગન મોહનની પાર્ટી YSRCP, નવીન પટનાયકની BJD અને માયાવતીની BSP સામેલ છે. જગનમોહનની પાર્ટીના લોકસભામાં 4 સાંસદ છે, જ્યારે બીજેડી અને બીએસપીના લોકસભામાં એક પણ સાંસદ નથી. ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિએ આ બિલ પર કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી.

તેઓ થોભો અને રાહ જુઓની સ્થિતિમાં છે. નવીન પટનાયકની પાર્ટી બીજેડીએ કહ્યું કે બિલની કોપી જોયા બાદ ઔપચારિક પ્રતિક્રિયા આપશે. જો INDI બ્લૉક તેના સાથી પક્ષોને બચાવવામાં સફળ રહેશે તો એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ લોકસભામાં પાસ કરાવવામાં નરેન્દ્ર મોદી સરકારને ઘણા પડકારનો સામનો કરવો પડી શકે છે.

રાજ્યસભામાં શું છે સ્થિતિ?

‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ બિલ રાજ્યભામાં પાસ કરાવવા માટે 164 વોટની જરૂર પડશે. રાજ્યસભામાં હાલ 245માંથી 112 સીટ એનડીએ પાસે છે. એટલે કે રાજ્યસભામાં પણ સરકાર પાસે બિલ પાસ કરાવવામાં જરૂરી સંખ્યાબળ નથી. રાજ્યસભામાં એનડીએને 52 વોટ ખૂટે છે. જો એનડીએ જગનમોહન રડ્ડીની YSRCPને સાથે લાવવામાં સફળ રહે તો તેના 11 સાંસદોનું સમર્થન મળશે.

લોકસભામાં ભલે બીજેડીના એક પણ સાંસદ ન હોય પણ રાજ્યસભામાં પાર્ટીના 7 સાંસદ છે. જો ભાજપે બીજેડીનું સમર્થન રાજ્યસભામાં મળે તો વધુ 7 સાંસદનું સમર્થન મળી શકે છે. ઉપરાંત ચંદ્રશેખર રાવની બીઆરએસના પણ રાજ્યસભામાં 4 સાંસદ છે. બીએસપીના 1, એઆઈએડીએમકેના 3 સાંસદ છે તેમ જ પૂર્વોત્તરના કેટલાક સાંસદ પણ રાજ્યસબામાં સરકાર સાથે આવી શકે છે.

મોટો પડકાર રાજ્યોની વિધાનસભામાં?

લોકસભા-રાજ્યસભામાં બિલ પાસ થયા બાદ તેને અડધાથી વધુ રાજ્યોની વિધાનસભામાં પણ પાસ કરાવવું પડી શકે. જોકે આ મુદ્દે નિષ્ણાતોના અલગ અલગ અભિપ્રાય છે. અભિષેક મનુ સિંઘવી મુજબ રાજ્યની મંજૂરી જરૂરી છે. જ્યારે રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ બદલાય છે ત્યારે તે સીધી રીતે પ્રભાવિત કરે છે. જ્યારે કાયદા નિષ્ણાત સિદ્ધાર્થ લૂથરા કહે છે કે મંજૂરી જરૂરી નથી હોતી. પરંતુ વિસ્તૃત ચર્ચા હંમેશા જરૂરી હોય છે.

વ્હિપ છતાં ભાજપનાં સાંસદ ગેરહાજરીનું કારણ?

બિલ રજૂ કરવા નિમિત્તે ભાજપે સોમવારે રાતના વ્હિપ જારી કર્યું હતું. જોકે, મંગળવારે જ્યારે બિલ લોકસભામાં રજૂ થયું ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, સી આર પાટીલ, ગિરિરાજ સિંહ સહિત 20 જેટલા સાંસદો ગેરહાજર રહ્યા હતા. જોકે, ગેરહાજર રહેલા અમુક સાંસદમાં સીઆર પાટીલ, ભગીરથ ચૌધરી પાસે યોગ્ય કારણ હતું. તેઓ જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પક્ષ દ્વારા ગેરહાજર રહેનારા સાંસદો પાસે જવાબ માંગવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Rahul Gandhi એ આર્થિક મોરચે કેન્દ્ર સરકારને ઘેરી, કર્યા આ મોટા આક્ષેપ

કોંગ્રેસે JPCમાં સામેલ કરવા પ્રિયંકા સહિત 4 નામ મોકલ્યાં

આ બિલને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું છે. લોકસભાના અધ્યક્ષ જેપીસીની રચના કરશે, જેમાં કોંગ્રેસના ચાર નેતા પણ સામેલ હશે. સૂત્રોના જણાવ્યા મુજબ કૉંગ્રેસ તરફથી સંયુક્ત સંસદીય સમિતિમાં સામેલ કરવા માટે મનીષ તિવારી, પ્રિયંકા ગાંધી, સુખદેવ ભગત અને રણદીપ સુરજેવાલાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. એટલે કે આ નેતાઓ વન નેશન, વન ઈલેક્શન અંગેની બાબતો જેપીસીમાં રજુ કરશે. મનીષ તિવારી અને રણદીપ સૂરજેવાલા વકીલ છે, જ્યારે સુખદેવ ભગત આદિવાસી નેતા તરીકે ઓળખાય છે. પ્રિયંકા ગાંધી મહિલાઓનું નેતૃત્વ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button