ટોપ ન્યૂઝનેશનલ

PM Modi Meditation: મોદીના ધ્યાનના પ્રસારણ પર પ્રતિબંધની વિપક્ષની માગણી

નવી દિલ્હીઃ પ્રચારનો અંતિમ તબક્કો પૂરો થતાં આજથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાનમાં બેસાવાના હોય તેવા અહેવાલો વચ્ચે વિપક્ષોએ ચૂંટણી પંચને માગણી કરી છે કે આ ઘટનાના પ્રસાર મધ્યમો પરના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવે.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનો પ્રચાર પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની આધ્યાત્મિક યાત્રા માટે કન્યાકુમારી જશે, જ્યાં પીએમ 1 જૂન સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. આ પ્રકારની કન્યાકુમારીમાં પીએમના ધ્યાનની માહિતી બહાર આવ્યા બાદ વિપક્ષી પાર્ટીઓએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું છે.

આ ક્રમમાં, સીપીઆઈ (એમ) તમિલનાડુના સચિવ કે. બાલક્રિષ્નને મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને કન્યાકુમારીમાં પીએમના ધ્યાન દરમિયાન સમાચાર પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. બાલક્રિષ્નને પોતાની ફરિયાદમાં કહ્યું કે પીએમ મેડિટેશન કરવા માંગે છે, તે તેમની અંગત પસંદગી છે. પરંતુ મીડિયા દ્વારા તેનું જીવંત પ્રસારણ મોદી અને ભાજપ માટે એક મોટી પ્રચાર સામગ્રી બની જશે. તેમણે એ પણ ભારપૂર્વક કહ્યું કે ચૂંટણીના દિવસ સુધી વડા પ્રધાનનું હેડલાઇન્સમાં રહેવું એ MCCનું ગંભીર ઉલ્લંઘન છે.

સીપીઆઈ (એમ)ના સચિવ ઉપરાંત, કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યું હતું, જેમાં પીએમ દ્વારા 30 મેની સાંજથી 1 જૂન સુધી ધ્યાન ધરવાના સંભવિત લાઈલ પ્રસારણ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ વિશે માહિતી આપતાં વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે ચૂંટણી પંચને કહ્યું છે કે 48 કલાકના મૌન સમયગાળા દરમિયાન કોઈને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રચાર કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં અમે ફરિયાદ કરી છે કે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે તેઓ 30મી મેની સાંજથી 1લી જૂનના રોજ સાંજે 7 વાગ્યા સુધી મૌન ઉપવાસ કરશે. આની જાહેરાત અને પ્રસિદ્ધિ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. આ એવી રીતો છે કે જેમાં તમે મીડિયા દ્વારા તમારો પ્રચાર અથવા પ્રસારણ કરી રહ્યાં છો.

અમે ચૂંટણી પંચ સમક્ષ બે ખૂબ જ સરળ મુદ્દાઓ મૂક્યા છે, કાં તો વડા પ્રધાને 1 જૂનની સાંજે 24 થી 48 કલાક પછી મૌન અને આધ્યાત્મિક ઉપવાસ શરૂ કરવા જોઈએ, પરંતુ જો તેઓ ગુરુવાર સાંજથી તે શરૂ કરવાનો આગ્રહ રાખે તો તેનું મીડિયા પ્રસારણ થવું જોઈએ નહીં. તેઓ તેઓ પોતે પણ છેલ્લા તબક્કાના ઉમેદવાર છે. લોકસભાની 50 થી વધુ બેઠકો માટે ચૂંટણી છે અને આ પ્રકારના પ્રસારણને મંજૂરી આપવી જોઈએ નહીં.

આ ઉપરાંત, ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી લેવામાં આવતી જાહેરાતો વિશે બોલતા, તેમણે કહ્યું કે આ જાહેરાતો દ્વારા, ધર્મો અને સમુદાયો વચ્ચે સીધો દુરાચાર ફેલાવવામાં આવી રહ્યો છે. અમે ચૂંટણી પંચ સમક્ષ તેમની જાહેરાત મામલે પણ રજૂઆત કરી છે.

ડીએમકેના ઈલાન્ગોવને કહ્યું કે મને ખબર નથી કે આ ધ્યાન શા માટે થઈ રહ્યું છે. ચૂંટણી પૂરી થયા પછી પણ આ જાહેરાત થઈ શકી હોત, પરંતુ તેઓ છેલ્લા તબક્કામાં આ કરી રહ્યા છે કારણ કે તેઓ ઈચ્છે છે કે લોકો એવું વિચારે કે તેઓ ભગવાનના ભક્ત છે. તે લોકોને બતાવવા માંગે છે કે તે હિન્દુ છે. તે ભગવાનમાં વિશ્વાસ રાખે છે, જેથી લોકો તેને મત આપે. લોકોને પ્રભાવિત કરવાની આ એક પરોક્ષ રીત છે જે ચૂંટણી પંચના તમામ નિયમોની વિરુદ્ધ છે.

અગાઉ ભાજપે જણાવ્યું હતું કે પીએમ મોદીનો તેમના આધ્યાત્મિક રોકાણ માટે કન્યાકુમારીને પસંદ કરવાનો નિર્ણય દેશ માટે વિવેકાનંદના વિઝનને સાકાર કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 45 કલાકના રોકાણ દરમિયાન ભારે સુરક્ષા સહિત ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર બીચ ગુરુવારથી શનિવાર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ સાથે ખાનગી બોટને પણ ચાલવા દેવામાં આવશે નહીં. દેશના દક્ષિણ છેડે આવેલા આ જિલ્લામાં 2 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે મળીને વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન કડક બંદોબસ્ત રાખશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો