ટોપ ન્યૂઝનેશનલ

મોદી કેબિનેટે આખરે ‘One Nation One Election’ બિલને મંજૂરી આપી

નવી દિલ્હીઃ મોદી કેબિનેટે ગુરુવારે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી આપી છે. હવે તેને ટૂંક સમયમાં સંસદમાં પણ રજૂ કરવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સંસદના આ શિયાળુ સત્રમાં જ આ બિલ લાવી શકે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં વન નેશન વન ઈલેક્શન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ તાજેતરમાં જ સુપરત કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટ બાદ હવે મોદી સરકારે કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું માનીએ તો તમામ પક્ષોના સૂચનો લેવા માટે સંસદમાં જેપીસીની રચના પણ થઈ શકે છે. દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. તેના દ્વારા વિવિધ ચૂંટણીઓ પર વારંવાર થતા મોટા ખર્ચને પણ ટાળી શકાય છે. જો કે, વિપક્ષ સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની વિરુદ્ધ છે.

એમ પણ જાણવા મળે છે કે કેન્દ્ર સરકાર માટે વન નેશન વન ઇલેક્શન બિલ લાગુ કરવું એટલું સરળ નહીં હોય, કારણ કે આ માટે તેણે બંધારણમાં સુધારો કરવા માટે ઓછામાં ઓછા છ બિલ લાવવા પડશે. બંધારણમાં સુધારો કરવા માટે સરકારને સંસદમાં ઓછામાં ઓછી બે તૃતિયાંશ બહુમતીની જરૂર પડશે. રાજ્યસભામાં NDA પાસે 112 બેઠકો છે અને વિપક્ષ પાસે 85 બેઠકો છે, જ્યારે સરકારને બે તૃતીયાંશ બહુમતી માટે 164 મતોની જરૂર પડશે. એ જ રીતે, લોકસભામાં પણ એનડીએ પાસે 292 બેઠકો છે, જ્યારે બે તૃતીયાંશનો આંકડો 364 છે.

આ પણ વાંચો : આ છે દુનિયાની સૌથી સુંદર શાલ, PM Narendra Modi પણ ખુશીથી કરે છે સ્ટાઈલ…

આ કારણે જ સરકાર ઇચ્છે છે કે સંસદમાં બધા સાથે મળીને આ બિલ પર ચર્ચા કરે અને ત્યાર બાદ આ બિલ પાસ કરવામાં આવે. હવે વિપક્ષો આ મુદ્દે કેવો રવૈયો અપનાવે છે, તેના પર આ બિલનું ભવિષ્ય અવલંબિત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button